તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ફોન પર કહ્યું કે ‘મારૂં મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા’ મિત્ર સ્થળે પહોંચ્યા તો પોલીસ જવાન વૃક્ષ પર લટકતો મળ્યો

મહુવા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવા પોલીસમથકે ફરજ બજાવતા 36 વર્ષીય કોન્સ્ટેબલ યુનિફોર્મ પહેરી ઘરેથી નોકરી જવા નીકળ્યા બાદ તાલુકાના પુના ગામની સીમમાં આંબાવાડીમાં જઈ નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. - Divya Bhaskar
મહુવા પોલીસમથકે ફરજ બજાવતા 36 વર્ષીય કોન્સ્ટેબલ યુનિફોર્મ પહેરી ઘરેથી નોકરી જવા નીકળ્યા બાદ તાલુકાના પુના ગામની સીમમાં આંબાવાડીમાં જઈ નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.
  • નોકરીએ જવા નીકળેલા મહુવા પોલીસના કોન્સ્ટેબલે પુના ગામની સીમમાં ફાંસો ખાઈ લીધો

મહુવા પોલીસમથકે ફરજ બજાવતા 36 વર્ષીય કોન્સ્ટેબલ યુનિફોર્મ પહેરી ઘરેથી નોકરી જવા નીકળ્યા બાદ તાલુકાના પુના ગામની સીમમાં આંબાવાડીમાં જઈ નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ વિભાગમાં નોકરી કરતા પોલીસકર્મીઓ જેવું મનોબળ સૌ કોઈનું હોતું નથી. છેલ્લા થોડા મહિનાઓમાં જ રાજ્યમાં અનેક પોલીસકર્મીઓ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધા હોવાના બનાવો બન્યા છે.

ત્યારે મહુવા પોલીસ મથકે આ.પ.કો.તરીકે ફરજ બજાવતા આશિષ વિનોદભાઈ ચૌધરી ઉ.વ.36 રહે.ઉમરા (ચૌધરી ફળીયા) ગત બે વર્ષથી માનસિક અસ્વસ્થતાથી પીડાતા હતા અને નિકટનાઓને નોકરી નહિ કરવી હોવાનું જણાવી રહ્યો હતો. તા.૨૭-૧૨-૨૦૨૦ના રોજ સવારે પોતાના ગામ ઉમરાથી નોકરી પર પોતાની અલ્ટો કાર લઈ નીકળ્યો હતો.ત્યારબાદ તેણે તેના મિત્રને ફોન કરી જણાવ્યું હતુ કે તારે મારુ મોઢું છેલ્લી વાર જોવું હોય તો બુટવાડા રોડ પર આવી જા. તેના મિત્રે આશીષના પરિવાર ને જાણ કરી ત્યારે પરિવાર સભ્યો ત્યાં આવી પહોંચ્યા હતા.

ત્યારે અગમ્ય કારણોસર કોન્સ્ટેબલે આશિષ પુના ગામની સીમમાં ખેતરમાં આવેલ આંબા ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.આ બનાવની જાણ થતાં મહુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ વલવાડા ખાતે કરવામાં આવ્યું હતું.પોલીસ સન્માન સાથે મૃતક કોન્સ્ટેબલની અંતિમક્રિયા કરવામાં આવી હતી.કોન્સ્ટેબલ આશિષ ચૌધરીના લગ્ન આઠ વર્ષ અગાઉ થયા હતા અને સંતાનમાં તેને છ વર્ષની એક પુત્રી છે.યુવાનના મોતથી પરિવારજનોમાં સહિત ગામ શોકની લહેર ફેલાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...