તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવા તાલુકાના કરચેલીયા ગામે બંધ ઘરનુ તાળુ તોડી અજાણ્યા તસ્કરો ઘર વખરીનો સામાન ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે મકાન માલિકને જાણ થતા ત્વરિત તેમણે ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા સીએચસીના તબીબ ડો.મહેશભાઈ પટેલના કરચેલીયા ગામે શ્રદ્ધા સોસાયટીમાં આવેલા બંધ ઘરમા અજાણ્યા તસ્કરો રાત્રિ દરમિયાન ત્રાટકયા હતા અને બંધ ઘરનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
તસ્કરો દ્વારા ઘરમાં કબાટનું તાળુ તોડી તમામ સમાન વેરવિખેર કરી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તસ્કરોને ઘરમાંથી રોકડ રકમ કે સોના ચાંદીના દાગીના ન મળતા ઘરમાં મુકેલો ઘરવખરીનો સામાન ઉપરાંત ગેસનો બોટલ અને તેલનો ડબ્બો ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
ડો.મહેશભાઈ પટેલના બંધ ઘરનું તાળુ તૂટેલું જોતા પાડોશીઓએ તેમને જાણ કરતા ત્વરિત કરચેલિયા ગામે આવ્યા હતા અને ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તૂટેલું તાળુ અને ડિસમિસ મળ્યું
અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની તમામ સામાન વેરવિખેર કરી શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા અંતે ઘરવખરી ચોરી ગયા હતા અને લોખંડનુ ડિસમિશ જેવુ સાધન કાપડમાં વિટાળી મૂકી ગયા હતા અને તૂટેલું તાળુ પણ પાછળના બેઝિંગમા મૂકી ગયા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.