તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:મહુવા તાલુકા ભાજપના નવા સુકાની હિતેશ નાયક, કડોદરા અને કામરેજ,મહુવામાં પણ વરણી

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સંદિપ દેસાઈએ મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મહુવા તાલુકા ભાજપના નવા સુકાની તરીકે ઓંડચના રાજકીય તેમજ સામાજિક શૈક્ષણિક અગ્રણી હિતેશભાઈ નાયકની વરણી કરી હતી. એક વર્ષથી મુલતવી રહેલ મહુવા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ બે મહામંત્રીની વરણી થતા જ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આ વરણીને વધાવી લીધી હતી.

મહુવા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જીગરભાઈ નાયકની બે ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખની વરણી માટે મહુવા પારસી અગિયારીમાં એક વર્ષ પહેલા મિટિંગ યોજાઈ હતી જેમા પ્રમુખ માટે એક કરતા વધુ નામો આવતા મહુવા તાલુકા ભાજપના પ્રમુખની વરણી મુલતવી રહી હતી.

2 નગર, 2 તાલુકા સંગઠનમાં નીયુક્તિ

 • બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશભાઇ ગાંધી, મહામંત્રી જગદીશ પટેલ અને અનંત જૈન
 • કડોદરા નગર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ શ્રીવાસ્તવ, મહામંત્રી મોહનભાઇ પટેલ અને કિરણ પરમાર
 • મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક, મહામંત્રી હેમંત ચૌધરી અને જગદીશ પટેલ
 • કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી હરેશ જોગણી અને દર્શન પટેલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો