તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવા કોર્પોરેશન બેંક યુનિયન બેંકમાં મર્જ થયા બાદ કોર્પોરેશન બેંકના ગ્રાહકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ દિવાળીના સમયમાં ચેક કલીયર ન થવાના કારણે કર્મચારી હેરાનગતિ ભોગવી રહ્યા છે.કોર્પોરેશન બેંક અને યુનિયન બેંક મર્જ થયા બાદ કોર્પોરેશન બેંકના ગ્રાહકોએ લખેલા ચેક રીટર્ન થવાના કારણે ગ્રાહકોને ચેક રીટર્નનો ચાર્જ લાગે છે. તેમજ પેમેન્ટ ન થવાના કારણે બજારમાં તેમની શાખ ઉપર પણ અસર થઇ રહી છે.ચેક રીટર્ન થવાનું કારણ ગઇ તા.24/10/20 થી બેંક મર્જ થયા બાદ જરૂરી તમામ સોફટવેર અપડેટ થવા જરૂરી છે. પરંતુ કોર્પોરેશન બેંકના ગ્રાહકોની સહીના નમુના આજ સુધી અપગ્રેડ થયેલ ન હોય જેથી ચેક રીટર્ન થાય છે.
સોફટવેર અપગ્રેડ કરવાના બદલે બેંક ઓથોરીટી ગ્રાહકને મેસેજ કરીને બોલાવી રહી છે. ચેકના બદલે RTGS/NEFT કરવા બેંકમાં આવો અને જે-તે પાર્ટીને પેમેન્ટ મોકલો તેવી સુચના આપી રહી છે.ગ્રાહકને RTGS/NEFT કરવા બેંકમાં જવું, કોરોના બાદ દિવાળીની સિઝનની ઘરાકીમાં વેપારીને નિકળવું મુશ્કેલ પડે છે. બેંકે સિગ્નેચર સોફટવેર અપગ્રેડ કરી ગ્રાહકોની મુશ્કેલી દુર કરવી જોઇએ. જેના બદલે RTGS/NEFT કરવા બેંકમાં બોલાવવામાં આવે છે. જે તદ્દન ગેરવ્યાજબી છે.ગ્રાહક બેંક પાસે સારી સર્વિસની અપેક્ષા રાખે તે બાબત વ્યાજબી છે. બેંકે તાકીદની અસરથી સોફટવેર અપગ્રેડની કામગીરી પૂર્ણ કરી ગ્રાહકોને RTGS/NEFT ની પળોજણમાંથી બચાવવા જોઇએ. આ પ્રશ્નનો વહેલી તકે નિકરાકરણ કરવા કોર્પોરેશન બેંકના ગ્રાહકોમાં માંગ ઉભી થવા પામી છે. આ બાબતે ગ્રાહકો, ટ્રસ્ટો પોતાની લાખ્ખો રૂપિયાની ડિપોઝીટ પણ અન્ય બેંકમાં ફેરવવા ટ્રસ્ટોની મિટીંગ બોલાવાય રહી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.