મહુવા તાલુકામાં બે વર્ષ બાદ યોજાયેલ પ્રસિદ્ધ ગોળીગઢ મેળામાં ખાનગી માલિકોએ પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં કોઈ કસર બાકી રાખી ન રાખતા દર્શને આવનાર ભક્તોમા ભારે નિરાશા ફેલાઈ ગઈ હતી. પે અન્ડ પાર્કિંગના નામે મનફાવે તેટલા પાર્કિંગ દર ઉઘરાવીને મોટરસાયકલ કાર ચાલકો લૂંટાઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું.ખાનગી કાર અથવા રીક્ષા, ટેક્સી જો થોડીક મિનિટ સુધી પણ પાર્ક કરે તો 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવ્યા હતા.
ખાનગી માલિકો દ્વારા પાર્કિંગ માટે આટલા ઊંચા દરો વસૂલીને માનવતા ભુલવાની સાથે સ્થાનિક તંત્રની આંખમાં ધૂળ નાખીને પ્રવાસીઓ અને રીક્ષા, કાર, મોટરસાયકલ ચાલકોની લૂંટ ચલાવી હતી. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી જ્યારે માનતા પૂર્ણ કરવા આવ્યા ત્યારે પાર્કિંગ ફીના નામે ખાનગી માલિકોએ ખુલ્લેઆમ લૂંટ ચલાવતા લોકોમાં રોષ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.