અકસ્માત:કૂતરુ આવતા પૌત્ર સાથે બાઇક પર જતી દાદીનું અકસ્માતમાં મોત

મહુવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના વહેવઇ ગામની સીમમાં થયેલો અકસ્માત

સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વહેવલ ગામે રહેતો પૌત્ર દાદીને બાઈક ઉપર બેસાડી તાપી જિલ્લાના મોગરા ગામે ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વેળાએ વહેવલ ગામની સીમમાં બાઇક આગળ કૂતરું દોડી આવતા અચાનક બ્રેક મારતા દાદી રોડ ઉપર પટકાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં દાદીને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.

મહુવા તાલુકાનાં વહેવલ ગામે હટવાડા ફળિયામાં રહેતો જતીન સુરેશભાઇ પટેલ (ઉ.વ.25) કે જે તેની દાદી નાનીબેન દયાળજી પટેલ (ઉ.વ.81)ના પિયર તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં મોગરા ગામે લગ્નપ્રસંગ હોવાથી સ્પ્લેન્ડર મો.સા નંબર (જીજે-05-કેએસ-3680) ઉપર સવાર થઈ ત્યાં પહોંચ્યા હતા. અને ત્યાંથી જતીન પરત દાદીને લઈ ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે વહેવલ ગામની સીમમાં વહેવલ-ઉનાઇ રોડ ઉપર વાંક નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક આગળ કૂતરું આવી જતાં તેને અચાનક બ્રેક મારી હતી.

પાછળ બેઠેલા દાદી નાનીબેન રોડ ઉપર પટકાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં નાનીબેનને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે અનાવલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...