રોષ:સિંહ અને દિપડાના આંટા ફેરાથી ભયભીત ખેડૂતો જાતે કરે છે રખોપુ, જંગલખાતા દ્વારા સઘન કામગીરી ન થતી હોવાથી રોષ

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહુવાના તલગાજરડા ગામ પાસે બુધવારે વહેલી સવારે લટાર મારતા બે વનરાજ સીસીટીવી કેમેરામાં થયા કેદજંગલખાતા દ્વારા સઘન કામગીરી ન થતી હોવાથી રોષ

મહુવા શહેર અને તાલુકાના લોકો માનવ વસ્તી નજીક સિંહ પરિવાર અને દિપડાના આટા ફેરાથી ભારે ભયભીત બન્યા છે. અને ફફડાટ સાથે ખેડૂતો ખેતરે રખોપુ કરવા જાય છે.મહુવા તાલુકાના તલગાજરડા ગામ પાસે બુધવારે વહેલી સવારે સંતકૃપા જનરલ સ્ટોરના સીસીટીવી કેમેરામાં બે સિંહ લટાર મારતા કેદ થવા પામેલ છે. સરકાર ખેડૂતોને એમ કહી રહી છે કે નીલ ગાય અને ભુંડના ત્રાસથી આ રાની પશુઓ બચાવે છે. પરંતુ રાની પશુઓ સીમ મુકી માનવ વસ્તી આસપાસ ડેરો જમાવે ત્યારે લોકોમાં ભારે ભય ઉભો થાય છે.

મહુવાની ત્રણ બાજુ સિંહ વિહરતા વિહરતા માનવ વસ્તીથી તદ્દન નજીક આવી ગયા હોવા છતા જંગલ ખાતુ કોઇ પગલા લેતુ નથી. આજે દેખા દીધેલા સિંહ ભાદ્રોડ તલગાજરડા વિસ્તારમાં કાયમી વિહાર કરતા હોવાનું જંગલ ખાતાના અધિકારી જણાવે છે. માનવ વિસ્તાર નજીક આવેલ સિંહ પરિવારોને દુર ખદેડવા કામગીરી હાથ ધરવામાં આવશે તેમ વધુમાં જણાવેલ છે. જોકે કોઇ સઘન કામગીરી થતી નથી. આથી લોકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે. મહુવાના જેસર અને બગદાણા પંથકમાં તો વર્ષોથી સાવજોના રહેઠાણ છે જ. પરંતુ સાવજોની સંખ્યા વધતા પોતાનો વિસ્તાર વધારી રહ્યા હોય અને મહુવા તરફ ખસી રહ્યા હોય તેવુ સીમમાં વસતા લોકો કહી રહ્યા છે. સાવજોને જંગલ અને બીડમાં જ ખોરાક અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા પાછળ થતા ખર્ચા યોગ્ય રીતે જંગલ ખાતુ કરે તો મારણ અને પાણી માટે માનવ વસ્તી પાસે સિંહ કે દિપડાઓને આવવુ ન પડે આથી જંગલખાતા દ્વારા માનવ વસ્તી તરફ આવી રહેલ સિંહ પરિવારો અને દિપડાને અટકાવવા અને આવી ગયેલા સિંહોને ખદેડવા સક્રિય રીતે યુદ્ધના ધોરણે ઝુંબેશ ઉપાડવી જોઇએ તેવી માંગ મહુવા તાલુકાના લોકોમાં પંથકના લોકોમાં ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...