તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:મહુવા ખાતે BSNLની સુવિધામાં વારંવાર કનેકટીવીટીની સમસ્યા

મહુવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીએસએનએલની ડોટલાઇન, બ્રોડબેંડ, મોબાઇલ કનેકટીવીટીમાં નેટવર્ક ખોરવાતા ગ્રાહકો પરેશાન

મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બી.એસ.એન.એલ.ની ડોટલાઈન, બ્રોડબેડ અને મોબાઈલ કનેકટીવીટી, મોબાઈલ ઈન્ટરનેટ 4જી નેટવર્ક વારંવાર ખોરવાય જવાના કારણે બી.એસ.એન.એલ.ના ગ્રાહકોના નાણા અને સમયનો વ્યય થઈ રહ્યોં છે.

ભાવનગર હાઇવે ઉપર બી.એસ.એન. એલ.નો કેબલ કપાતા મહુવા-તળાજા વિસ્તાર બ્રોડબેન્ડ સેવાથી વંચિત થઇ ગયો હતો. નેટવર્ક વારંવાર ખોરવાવાના કારણે બ્રોડબેન્ડની સેવાનો ઉપયોગ કરનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.મહુવા ગ્રાહકોને હાલ ડોટ લાઇનમાં અને મોબાઇલ સર્વિસમાં અસંતોષ છે. તેમાં પણ હવે કર્મચારીના અભાવે જરૂરી કામગીરી સમયસર થતી ન હોય ગ્રાહકો BSNLસેવાને જ નિવૃતી આપે તેવી શક્યતાઓ વધી રહી છે.

મહુવાની ડોટલાઈન માંદગીના બિછાને છે તેમજ ડોટલાઈન સાથે સંકળાયેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પણ ગ્રાહકો યોગ્ય રીતે મળતી ન હોય. આથી BSNL ના ગ્રાહકો પ્રાઈવેટ ઈન્ટરનેટ સેવા, અલગ અલગ કંપનીના યુ.એસ.બી. નેટ સેટરના ઉપયોગ તરફ વળી ગયા છે. આથી મહુવા BSNLકચેરીમાં જરૂરી કર્મચારી બળ જળવાઇ રહે, સમગ્ર શહેરની ડોટ લાઇન બચાવવા BSNLએ સમગ્ર મહુવાને WLLમાં ફેરવવાની અને 4G નેટવર્ક મજબુત અને સતત કાર્યરત બનાવવાની જરૂર છે. અન્યથા ગ્રાહકો BSNની સેવાને જ VRS આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો