સહાય:કોરોના સમયમાં કોવીડ દર્દીઓ માટે વિનામુલ્યે ભોજનની સેવા

મહુવા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા ચેમ્બર દ્વારા સરકારી હોસ્પિ.અને ક્રિષ્ના કોમ્યુનિટી હોલમાં 8000 દર્દીઓને ભોજન કરાવાયું

મહુવામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પુ.મોરારી બાપુની પ્રેરણા અને સખાવતથી કોવિડ કેર સેન્ટર અને કોવિડના દર્દીઓ માટે શરૂ કરેલ ભોજન વ્યવસ્થા ક્રિષ્ના કોમ્યુનીટી હોલના સહયોગથી સુપેરે સંપન્ન થયેલ છે. ગત તા.21.4.21 થી તા.29.5.21 કુલ 38 દિવસ દરમિયાન સરકારી હોસ્પિટલ અને ક્રિષ્ના કોમ્યુનીટી હોલના કોવિડ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ક્રિષ્ના કોમ્યુનીટી હોલના રસોડામાં ભોજન બનાવી ડીશમાં પેક કરી દર્દીઓને પહોચાડવામાં આવતી હતી. આ દરમિયાન કુલ8000 ડીશ બનાવીને બન્ને ટાઇમ સવાર-સાંજ શુદ્ધ અને સાત્વિક ભોજન દર્દીઓને પહોચાડવામાં આવ્યુ હતુ.

તા.7.5.21 થી તા.29.5.21 દરમિયાન ક્રિષ્ના કોમ્યુનીટી હોલમાં કોવિડ કેર સેન્ટરમાં 20 બેડ શરૂ કરવામાં આવેલ. આ 20 બેડ ઉપર કુલ 68 દર્દીઓને દાખલ કરવામાં આવેલ. 33 દર્દીઓ સંપુર્ણ રીતે સાજા થતા રજા આપવામાં આવેલ.1 દર્દીનું મૃત્યુ થયેલ જયારે બાકીના દર્દીઓને વેન્ટીલેટરની જરૂર રીફર કરવામાં આવ્યા હતા. પુ.મોરારીબાપુના આશિર્વાદથી આ અભિયાન પુર્ણ થતા સહકાર આપનાર ક્રિષ્ના કોમ્યુનીટી હોલના ટ્રસ્ટી મંડળ સહિત દરેક પ્રત્યે મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી પ્રમુખ બચુભાઇ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...