કઢૈયા ગામે ખેતરમાં ભૂંડ પકડવા માટે લસણ જેવા પદાર્થનો વિસ્ફોટક મુકનાર ચાર ઈસમોની મહુવા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કઢૈયા ગામે સ્વામિનારાયણ ફળિયામાં રહેતા ખેડૂત નરેન્દ્ર અમૃતભાઈ ગરાસીયાના ખેતરમાં ગત બીજી ફેબ્રુઆરીએ રાત્રિના સમયે પાણી વાળવા ગયેલા ખેત મજુર દિનેશ બુધિયાભાઈ નાયકા (રહે-હનુમાન ફળિયા, કઢૈયા)એ ખેતરમાં લસણ આકારનો ચળકતો પદાર્થ જોતાં કુતુહુલતા સાથે તેને હાથમાં લઈને ચકાસતા અચાનક તેની હથેળીમા વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં તેને પોતાના હાથની આંગળીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા બાદ ગતરોજ ઘરે પહોંચતા તેણે મહુવા પોલીસ મથકે ભૂંડ મારવા માટે ચળકતા પદાર્થ જેવો વિસ્ફોટક મુકનાર અજાણ્યા ઈસમો વિરૂધ ફરિયાદ દાખલ કરાવતા માનવ જીવન માટે પણ જોખમ સ્વરૂપ કૃત્ય બદલ મહુવા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી.અને તપાસ દરમિયાન મહુવા પોલીસે ખેતરમાં વિસ્ફોટક મુકનાર શેરીદભાઈ બહાદુરભાઈ ભોંસલે, બહાદુરભાઈ માનસિંગભાઈ ભોંસલે, મોહનભાઈ ડાયવ્હરભાઈ પવાર, રાઠોડભાઈ આપ્પાભાઈ ભોંસલે (તમામ રહે. અજનાળે, પાડળદે,તા .જી. ધુલિયા, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.