તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:કોરોના પણ ડો.અરૂણાબેનની દર્દી સેવાને ડગાવી શકયો નહીં

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓની સેવા કરતા પોતાને અને તેમના સાસુને પણ કોરના થયો છતાં સેવામાં અવિરત

સમગ્ર ગુજરાતની સાથે મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો કુદકે અને ભુસકે વધી રહ્યાં છે. ત્યારે મહુવાની ડો. અરૂણાબેન વિનોદભાઇ કાકલોતર દ્વારા સતત છેલ્લા 9 માસથી કોરોના દર્દીઓની સેવા કરી રહ્યાં છે. ગત સપ્ટેમ્બરમાં મહુવાની હનુમંત હોસ્પિટલમાં સરકારના આદેશથી પ્રારંભમાં 30 બેડની કોવિડ સેન્ટર હતુ. જેમાં કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવેલ. હાલ બીજી લહેરમાં 60 બેડનુ કોવિડ સેન્ટર શરૂ છે. જેમાં ડો.અરૂણાબેન આજ સુધી દરેક ઉંમરના કોરોના દર્દીઓને સાજા કરવા પરિવારની ચિંતા કર્યા વગર આ મહામારીના સમયમાં દર્દીઓની સારવાર માટે સતત પીપીઇ કીટ પહેરી સારવાર કરી રહ્યાં છે.

ડો. અરૂણાબેન એ એક ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે કોરોનાના દર્દીઓને જરૂરી દવાઓ, ઓક્સિજન કે વેન્ટીલેટરની જરૂરિયાતો પુરી પાડી અને ખાસ કરીને દર્દીઓના માનસમાંથી આ રોગ માટેનો ભય દુર થાય તેવી સમજણ સાથે તેમને પ્રોત્સાહિત કરી સારવાર આપી રોગમુક્ત કરી હસતા મુખે ઘરે જાય તેવા પ્રયાસો અમે કરીએ છીએ. તેમજ પહેલી લહેર કરતા બીજી લહેર વધારે ખતરનાક હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. તેઓનો પણ એક વખત કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ અને કોરન્ટાઇન થયા હતા. તેમના સાસુને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેમ છતા તબિયતમાં સુધારો થતા પોતાની તબીબી ફરજ પર ડબલ ડયુટી બજાવી રહ્યાં છે. અને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે હાજર થાય છે.

અન્ય સમાચારો પણ છે...