તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:મહુવામાં જિલ્લા પંચાયતની ચાર બેઠકોમાં ફેરફાર થતા ટિકિટની વહેંચણી અગ્નિપરીક્ષા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાની વસ્તી 90 ટકા આદિવાસી છે, જેથી જિલ્લા પંચાયતની બેઠકો કબજે કરવા આદિવાસી ઉમેદવારોને જ મેદાનમાં ઉતારશે એવું રાજકીય તજજ્ઞોનું અનુમાન
  • બંને પક્ષના સામાન્ય કેટેગરીમાં આવતા કાર્યકરોનું ટિકિટ મેળવવા એડીચોટીનું જોર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ઉમેદવારીપત્રક ભરવાના શ્રીગણેશ કરવામાં આવશે. ત્યારે મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે રાજકીયપક્ષો માટે આકરી કસોટી સાબિત થઈ રહી છે. તાલુકામાં ચાર જિલ્લા પંચાયતની સીટો પૈકી ત્રણ સામાન્ય અને એક બક્ષીપંચની હોય ત્યારે મતદારોનો ઝોકમાં જાતિગત સમીકરણ ભાગ ભજવશે કે મતદારોનો ઝોક કઇ બાજુ વળશે તે વિચારવા લાયક સવાલ બની રહ્યો છે.

આંકડાકીય માહિતી પર નજર કરીએ તો મહુવા તાલુકામાં કુલ 4 જેટલી જિલ્લા પંચાયત છે.ગત ચૂંટણીમાં ભાજપના ફાળે 3 બેઠકો હતી તો કોંગ્રેસે એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જેમાં આ ટર્મમાં પહેલીવાર જિલ્લા પંચાયતની સીટમાં સામાન્ય સીટ ફાળવાવમાં આવી છે. અનાવલ જિલ્લા પંચાયત બેઠક માટે સા.શૈ,પછાત વર્ગ સ્ત્રી વલવાડા બેઠક માટે બિન અનામત સામાન્ય, કરચેલીયા બેઠક માટે સામાન્ય સ્ત્રી તો મહુવા બેઠક માટે બિન અનામત સામાન્ય માટે ફાળવવામાં આવી છે. ગત ટર્મ કરતા ઊલટું આ ટર્મમાં સામાન્ય સીટ ફાળવવામાં આવી છે તો તમામ સીટો પર બહુધા મતદારો અનુસૂચિત જનજાતિની છે. ત્યારે આ ટર્મમાં ઉમેદવારોની પસંદગી પણ હાર જીત માટે મહત્વનું પરિબળ સાબિત થાય તેમ છે.

રાજકીય પક્ષમાટે ટિકિટની ફાળવણી પરિણામ માટે ખૂબ મહત્વની સાબિત થશે. જેનું કારણ અનુસુચિતજનજાતિના ઉમેદવારને ટીકીટ ફાળવવામાં નહિ આવે અને સામાન્યના ઉમેદવારને ટીકીટ આપે, તો લગભગ 90 ટકા મતદારો આદિવાસી હોવાથી પરિણામ ફેરવાઈ શકે. એજ પ્રમાણે ઘણા સમય બાદ સામાન્ય બેઠક આવતા સામાન્યમાં આવતા કાર્યકરો પણ ચૂંટણી લડવા માટે ઉત્સુક છે, આવા સંજોગમાં ટીકીટ કાપવામાં આવે તો, નારાજગી પણ ભાંગણ પાડી શકે છે. હાલ અનેક તર્કવિતર્ક ઉઠી રહ્યા છે.

મહુવા તાલુકામાં જિલ્લા પંચાયતની ચાર બેઠકો પૈકી 3 બેઠકો સામાન્ય તો એક સા.શૈ. પછાત વર્ગ માટે ફાળવવામાં આવી છે, તો ચારેય બેઠકો પર અનુસૂચિત જનજાતિના મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે. ત્યારે આ ચૂંટણીમાં પહેલી વખત સામાન્ય બેઠક છે. ત્યારે રાજકીય પક્ષો સામાન્ય વર્ગના ઉમેદવારોને તક આપશે કે કેમ એ પણ એક સવાલ છે.ત્યારે ઉમેદવારીપત્ર આજથી ભરવાનો પ્રારંભ થશે ત્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે.

ઉજળિયાત ઉમેદવારોને ટિકિટ આપવા મુદ્દે મુંઝવણો વધી
મહુવા તાલુકામા આદિવાસી મતદારોની અંદાજીત સંખ્યા 90 ટકા જેટલી છે.જ્યારે એસ.સી મતદારોની સંખ્યા 2 ટકા છે.ઓબીસી મતદારોની સંખ્યા 4 ટકા છે અને ઓપન મતદારોની સંખ્યા 4 ટકા જેટલી છે.તેની સામે જિલ્લા પંચાયતની 4 સીટ માંથી અનાવલને બાદ કરી 3 સીટ પૈકી મહુવાની બિન અનામત સામાન્ય,કરચેલીયાની સામાન્ય સ્ત્રી અને વલવાડાની સીટ બિન અનામત સામાન્ય આવી છે.ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ આદિવાસી ઉમેદવાર કે પછી ઉજડિયાત ઉમેદવારને ટીકીટ આપવા બાબતે મૂંઝવણમાં મુકાઈ ગય છે.બીજી બાજુ પ્રથમ વાર સામાન્ય સીટ આવતા ઉજડિયાતને જ ટીકીટ મળે એવી ધારદાર રજુઆત બંને પક્ષના કાર્યકરો દ્વારા મોવડીમંડળ સમક્ષ કરવામાં આવી છે.

ગત ટર્મમાં ભાજપને 10 સીટ મળી હતી
મહુવા તાલુકા પંચાયતની 20 સીટો છે જેમાં ગત ટર્મમા ભાજપ પાસે 10 બેઠકો હતી. કોંગ્રેસ પાસે 9 તો 1 બેઠક અન્ય પક્ષ પાસે હતી. ત્યારે ગત ટર્મમાં કોંગ્રેસ ભાજપ માટે સત્તા પરિવર્તન થતા અઢી વર્ષ સુધી બન્ને પક્ષના શાસકોને કામગીરી કરવાની તક મળી હતી.

3467 જેટલા નવા મતદારો ઉમેરાયા
મહુવા તાલુકામાં સ્થાનિક સ્વરાજની 2015ની ચૂંટણીમાં કુલ 1,04,429 જેટલા મતદારો હતા.જેમાં પુરુષ મતદારો 52,146 તો સ્ત્રી મતદારો 52,283 હતા.જ્યારે વર્તમાન ચૂંટણીમાં પુરુષ મતદારો 55,825 છે અને મહિલા મતદારો 57,071 છે.જે મળી કુલ 1,12,896 મતદારો છે.તો પહેલી વખત 8467 જેટલા નવા મતદારો મતદાન કરશે.નવા મતદારોની વિચારસરણી કયા રાજકીય પક્ષ તરફ રહે એ પણ પરિણામ માટે મહત્વનું પરિબળ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો