આવેદન:આદિવાસીઓની જાતિના દાખલા મેળવવા પુરાવામાં છૂટ આપવા માગ

મહુવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી

મહુવા તાલુકાના આદિવાસી યુવાનો-આગેવાનો દ્વારા જાતિના દાખલા મેળવવા માટે પેઢીનામાના પુરાવામાં છૂટ આપવાની માંગ સાથે મહુવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. સાથોસાથ દિન 5માં આ માગ નહિ સ્વીકારવામાં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આદિવાસી યુવાનો તેમજ આગેવાનો દ્વારા મહુવા મામલતદારને પાઠવેલ આવેદનપત્ર જણાવ્યુ છે કે અરજદારો કચેરીમાં જાતિનો દાખલો કઢાવવા માટે અરજી કરે છે ત્યારે તેમની પાસેથી પેઢીનામુ માંગવામાં આવે છે. પેઢીનામું મેળવવા માટે સમય ખર્ચની સાથે આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.કેટલાક સંજોગોમાં જાતિનો દાખલો નહિ મળી શકતા વધુ અભ્યાસ નહિ કરી શકતા બાળકોનું ભાવિ જોખમાય છે.

ગત વર્ષ સરપંચની ચૂંટણીમાં જાતિના દાખલા માટે પેઢીનામાં રજૂ કરવા છૂટ અપાયેલ હતી અને અનેક દાખલા આપવામાં આવ્યા હતા. ત્યારે ચૂંટણી માટે જો છૂટ આપવામાં આવતી હોય તો વિદ્યાર્થીઓના ભાવિ માટે છૂટ કેમ નહિ આપી શકાય? આવેદનપત્રમાં આ સવાલના મારા સાથે જાતિના દાખલા માટે પેઢીનામાં રજૂ કરવાની છૂટ માંગવામાં આવી હતી અને આ બાબતે દિન 5 માં નિર્ણય નહિ લેવામાં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...