તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મહુવામાં બાકી છ 66 કે.વી.સબ સ્ટેશન બનાવવાની માંગ

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંજૂર કે.વી. સબસ્ટેશન માટે ધારાસભ્યની સરકારમાં રજૂઆત

મહુવા ધારાસભ્ય મોહનભાઈ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રીને પત્ર લખી મહુવા વિધાનસભા મત વિસ્તારમા મંજૂર 6 66 કે.વી.સબસ્ટેશનો સરકારી જમીન ઉપલબ્ધ ન હોવાના કારણે બન્યા નથી તો તે સબ સ્ટેશનો સરકાર દ્વારા પ્રાઈવેટ જમીન ખરીદી બનવવા માંગ કરી હતી.

170 મહુવા વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી મળે એ માટે સરકારમા 66 કે.વી.સબસ્ટેશન મંજુર કરવા રજુઆત કરી હતી.ધારાસભ્યની રજુઆત આધારે સરકાર દ્વારા મહુવા તાલુકાના હળદવા,ડુંગરી,અલ્લુ બોરીયા, વેલણપુર,બારતાડ અને મુડત ગામે 66 કે.વી.સબ સ્ટેશન મંજુર કર્યા હતા. પરંતુ આ સબ સ્ટેશન બનાવવા માટે આ ગામોમાં સરકારી જમીન ગામતળ કે પડતર ન હોવાના કારણે આજ દિન સુધી બન્યા નથી.

જે બાબત અંગે મહુવા ધારાસભ્યને ધ્યાને આવતા ખેડૂતોના હિતમાં મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા ત્વરિત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને પત્ર લખી હળદવા,ડુંગરી,અલ્લુ બોરીયા, વેલણપુર,બારતાડ અને મુડત ગામે આદિજાતિ બજેટમાં મંજૂર 66 કે.વી.સબ સ્ટેશન આ ગામોમાં સરકાર ગૌચર કે પ્રાઈવેટ જમીન વેચાણે લઈસબ સ્ટેશન બનાવે એવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...