આવેદન:મહુવામાં ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારા સામે કાર્યવાહી કરવા માગ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકા આદિવાસી પંચના નેજા હેઠળ મહુવા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા મામલતદાર મહુવા મારફત ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને 5 મુખ્ય માંગણીઓના મુદ્દાઓ સાથે ગુરુવારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.તેમજ આ તમામ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સાચા આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે એવી અપીલ કરવામાં આવી હતી અને માંગણી નહિ સંતોષવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રના મુખ્ય પાંચ મુદાઓમાં જણાવેલ મુજબ જાતિ પ્રમાણપત્ર આપવા માટે નિયામક આદિજાતિ, ગાંધીનગરએ કરેલ તા.15-6-2022 નો પત્ર ગુજરાત સરકારે જાતિ પ્રમાણપત્ર આપવા અને નિયમન કરવા બાબતે બનાવેલ તારીખ: 19/09/2020 નાં નિયમોનો ભંગ કરે છે.આ પત્ર તાત્કાલિક રદ કરવો. ગુજરાત સરકાર દ્વારા બનાવેલ 2018 નો કાયદો અને એના અંતર્ગત બનાવેલ 2020 નાં નિયમોની વિરુદ્ધ હોઈ આ ડ્રાફ્ટ નોટિફિકેશનને તાત્કાલિક રદ કરવા વિનંતી છે.

ગીર, બરડા, આલેચના જંગલ વિસ્તારમાં નેસમાં રહેતા રબારી, ભરવાડ, ચારણ જાતિઓને બક્ષીપંચમાં સમાવેશ કરવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી પરંતુ કેન્દ્ર સરકારે પૂર્તતા કરવા દરખાસ્તને રાજ્ય સરકારને પરત મોકલી હતી.જે વાતને એક વર્ષ વીતવા છતાં ગુજરાત સરકારે પૂર્તતા કરી નથી જંગલ વિસ્તારમાં નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકો તા. 26-10-1956 ની સ્થિતિ એ વસવાટ કરતા અને તેમનાં વારસદારો નક્કી કરવા બાબત કારીયા સમિતિની રચના કરવામાં આવી હતી.

સદર સમિતિએ તા.4-11-2021 સુધી નિર્ધારિત કરેલ નિયત સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાની હતી.પરંતુ આજદિન સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જે કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી વિનંતી છે.

2018માં મેડિકલ કોલેજમાં અનુસૂચિત જનજાતિની બેઠક પર ખોટા જાતિ પ્રમાણપત્રની યાદી પૈકીના 64 વિદ્યાર્થીની યાદીમાં નામ છે. એમની સામે પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવે અને સાચા આદિવાસીઓને ન્યાય આપવા વિનંતી છે. જો સરકાર ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારા 64 વિદ્યાર્થીનો પ્રવેશ રદ ના કરે તો ખોટા પ્રમાણપત્રો ધરાવનારા વિદ્યાર્થીઓ એમબીબીએસની ડિગ્રી આવતા વર્ષે લઈ લેશે.જેના માટે ગુજરાત સરકારનું તંત્ર જવાબદાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...