ગ્રામજનોને રાહત:પાંજરૂ મુક્યાના પહેલા દિવસે જ દીપડી પુરાઈ, દીપડાના આંટાફેરાથી ચિંતિત શેખપુરના ગ્રામજનો ભયમુક્ત બન્યા

મહુવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવાના શેખપુર ગામેથી પાંજરે પુરાયેલ દીપડી - Divya Bhaskar
મહુવાના શેખપુર ગામેથી પાંજરે પુરાયેલ દીપડી

મહુવા તાલુકાના શેખપુર ગામે દિપડો રહેણાંક વિસ્તારમાં નજરે પડતા ગ્રામજનોની રજુઆત આધારે વનવિભાગ દ્વારા શેખપુર ગામે દીપડાને ઝબ્બે કરવા માટે પાંજરૂ મુક્યુ હતુ.જે પાંજરામાં મુકેલ મારણ ખાવા જતા ગુરુવારે રાત્રી દરમિયાન એક કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી.વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડીનો કબ્જો લઈ દૂર જંગલમાં મુક્ત કરવાની કવાયત આદરી હતી.દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

પ્રાપ્ત વિગત મહુવા તાલુકાના શેખપુર ગામે રહેણાક વિસ્તારમાં એક કદાવર દીપડો શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો.રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતો દીપડો જોઈ ગ્રામજનોમા ફફડાટ ફેલાય ગયો હતો. જે બાદ વનવિભાગના અધિકારીઓ દ્વારા નરેશભાઈ રમણભાઈ જોષીયાના ઘરની પાછળ બુધવારે પાંજરું મૂકી તેમાં મારણ મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી.ગુરુવાર રાત્રીના 12.45 વાગ્યાના અરસામાં કદાવર દીપડી ફરી શેખપુર ગામે આવી હતી અને પાંજરામાં મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાય ગઈ હતી જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઈ ગઈ હતી.

દીપડી પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલ દીપડી જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.અને ત્યારબાદ ત્વરિત વનવિભાગને જાણ કરી હતી.ઘટના સ્થળે આવી વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ 3 વર્ષની તંદુરસ્ત દીપડીનો કબ્જો લઈ આગળની કાર્યવાહી આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...