તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આગામી14 એપ્રિલથી મહુવા- સુરત ટ્રેન દૈનિક કરવા નિર્ણય

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહુવા-સુરત વચ્ચે અઠવાડીયામાં 1 દિવસ ચાલતી
 • દૈનિક ટ્રેન થતા 9 જિલ્લાના મુસાફરોને લાભ થશે

દર બુધવારે ચાલતી મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન આગામી 14 એપ્રીલ 2021થી દૈનિક દોડશે.મહુવા-સુરત ટ્રેન દૈનિક થતા આસપાસના શહેરોમાં વ્યવસાય સાથે સંકળાયેલ નવ જીલ્લાના યાત્રીઓને સિદ્ધો લાભ મળશે.ગઈ 3જી માર્ચે મોટા લીલીયા આવેલ વેસ્ટર્ન રેલવેના જીએમને કરવામાં આવેલ રજૂઆતને લક્ષમાં લેવાતા અઠવાડીયામાં એક દિવસ ચાલતી મહુવા-સુરત સુપર ફાસ્ટ ટ્રેન આગામી 14 એપ્રિલ થી દૈનિક ચલાવવા અંગે રેલ્વે મંત્રાલય તરફથી મંજુરી આપવામા આવેલ છે.

પ્રાપ્ત વિગતોનુસાર કોરોના સંક્રમણને ધ્યાને લઈ ગત વર્ષે થયેલ લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના ટ્રેન વ્યવહારો બંધ કરાયો હતો. જે પૈકી અમરેલી જીલ્લામાંથી પસાર થતી અઠવાડીયામાં એક દિવસ (દર બુધવારે) ચાલતી મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન પણ બંધ કરી દેવામા આવેલ હતી. કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ થતા જૂની માગ મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેનને દૈનિક ચલાવવા રેલવે મંત્રીને સતત રજૂઆતો કરવામાં આવેલ હતી. દરેકના સહીયારા પ્રયાસોના પરીણામ સ્વરૂપે અગામી 14 એપ્રિલ, 2021 થી મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન દૈનિક દોડશે અને આ ટ્રેન દૈનિક ચાલુ થતા અમરેલી જીલ્લા ઉપરાંત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લાના લોકો, યાત્રીઓ અને ધંધાર્થીઓને સીધો જ લાભ મળશે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો