તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માથા પરથી ટ્રક ફરી વળતાં યુવકનું મોત

મહુવા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફૂલવાડી પાસેના અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય 2 યુવકો પણ ગંભીર

મહુવા તાલુકાના ફૂલવાડી ગામે રહેતો યુવાન શેખપુરથી મામા ભાઈ અને તેમના પુત્ર સાથે મોટરસાયકલ પર ઘરે આવી રહ્યો હતો, તે દરમિયાન ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતા ફૂલવાડીના યુવાનના માથા પરથી ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર ઘવાતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મહુવા તાલુકાના ફૂલવાડી ગામે સુખલા ફળિયા રહેતો યુવાન જગદીશભાઈ બાબુભાઈ ગરાસીયા પોતાના મામાના ઘરે શેખપુર ગયો હતો.

જ્યાંથી મામાનો છોકરો ભરતભાઈ પટેલ અને શિવમ પટેલ સાથે મોટરસાયકલ ( GJ-19-AR-8534) લઈ શેખપુર ગામેથી ફૂલવાડી આવી રહ્યા હતા. તે દરમિયાન સવારે ફૂલવાડી ગામ પાસે તળાવ નજીક વણાકમા પુરપાટ ઝડપે દોડતી ટ્રક (DN-09-U-9615)ના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને પાછળ થી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ફૂલવાડી ગામના જગદીશભાઈ બાબુભાઈ પટેલના માથા પરથી ટ્રકનું વ્હિલ ફરી જતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતુ.

જ્યારે મોટરસાયકલ સવાર અન્યબે યુવાનો ગંભીર ઘવાતા ત્વરિત તેમને 108મા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને લઈ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.ફૂલવાડી ગામના યુવાનના મોતથી ગામમા શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો