દુર્ઘટના:પુના ગામે દિવાલ પડતા ગંભીર રીતે ઘવાયેલા મજૂરનું મોત

મહુવા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના પુના ગામમાં દીવાલ તૂટતા કાટમાળ નીચે દબાતા એક  મજુરનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. - Divya Bhaskar
મહુવા તાલુકાના પુના ગામમાં દીવાલ તૂટતા કાટમાળ નીચે દબાતા એક મજુરનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
  • બે મજૂરો કાટમાળ નીચે દબાતા ગંભીર રીતે ઘવાયા હતા

મહુવા તાલુકાના પુના ગામે ગત શુક્રવારના રોજ મકાન તોડવા જતા મકાનની દીવાલ અચાનક ધરાશાય થતા બે મજૂરો કાટમાળ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક મજૂરનુ સુરત ખાતે મોત નિપજ્યુ હતુ. આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મહુવા તાલુકાના પુના ગામે મકાન જર્જરિત હાલતમાં થઈ જતા મકાન તોડી અને નવું મકાન બાંધવા માટે પુના ગામના પટેલ ફળિયામાં રહેતા સુનિલદત્ત છોટુભાઈ પટેલ જેઓ મકાન તોડાવવા માટે મજૂરોને બોલાવી મકાન તોડાવી રહ્યાં હતા.

જે દરમિયાન શુક્રવાર 31 ડિસેમ્બરના રોજ અચાનક મકાનની દીવાલ ધરાશાય થતાં મજૂરો મકાનની ધરાશાઈ થયેલી દીવાલમાં દબાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિકો મદદે પહોંચી દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત મજૂર સંજય વસંતભાઈ ચૌધરી (રહે-કરચેલીયા) અને મનોજભાઈ અમૃતભાઈ પટેલ (રહે-બુટવાડા)ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સુરત ખાતે સારવાર લઈ રહેલ ગંભીર રીતે ઘવાયેલ સંજય ચૌધરી (ઉં-35)નું ગત તા-5/01/2022ના રોજ સારવાર દરમિયાન કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. મકાનાના કામ દરમિયાન દીવાલ પડી જવાની ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...