ફરિયાદ:કાછલ ગામમાં 10 વીઘા આંબાની‎ વાડીમાં કલમના પીલા તોડી નુકસાન‎

મહુવા‎12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંબાના પાકને નુકસાન પહોંચાડનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માગ‎

મહુવાના કાછલ ગામે કેટલાક‎ ટીખળખોરોએ 10 વીઘા આંબાવા‎ ીમાંથી આંબાની કલમ તોડી‎ ઝાડને નુકસાન કરતા ખેડૂતના‎ માથે આફત સહન કરવાનો વારો‎ આવ્યો છે. ટીખળખોરો સામે‎ ખેડૂતમાં ઉગ્રરોષ ભભૂકી ઉઠ્યો‎ છે. હાલ આ ઘટનાને પગલે‎ ખેડૂતે મોટુ નુકસાન વેઠવાની‎ નોબત આવતા ઘટના અંગે‎ પોલીસને જાણ કરી આંબાના‎ પાકને નુકસાન પહોંચાડનાર‎ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ‎​​​​​​​ ધરવાની માગ કરી હતી.‎

કાછલ ગામે મહુવાના પારસી‎ ખેડૂત પોરસભાઈ મોગલની 10‎​​​​​​​ વીઘાની આંબાવાડીમાં ગત રાત્રી‎ દરમિયાન કેટલાક ઈસમો ઘુસી‎ જઈ આંબાની કલમના પીલા‎ તોડી નાખી, પીલાની ચોરી કરી‎​​​​​​​ ગયા હતા. ચોરી કરવા પાછળ ‎​​​​​​​પીલાને બજારમાં વેચાણ કરતા‎ ​​​​​​​સારા ભાવ મળવાથી ચોરી કરતા‎​​​​​​​ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ‎​​​​​​​ ખેડૂતે માવજત કરીને આંબાની‎ કલમ ઉછેરી હોય, અને નજીવા‎​​​​​​​ રૂપિયાની લાલચે તોડી ખેડૂતને‎ ​​​​​​​નુકશાન પહોંચાડતા રોષ વ્યકત‎ ​​​​​​​કરવામાં આવ્યો છે. અજાણ્યા‎ ​​​​​​​ઈસમોએ મોટુ નુકસાન પહોચાડ્યું‎ છે.

કેરીના મોર આવવાના સમયે‎ જ પીલા તોડી જતા ખેડૂતે‎ નુકસાની વેઠવાની નોબત આવી‎ છે. ખેડૂતને આવા ઈસમોને સબક‎ ​​​​​શીખવવા ખેડૂતે મહુવા પોલીસને‎ પણ ઘટના અંગે જાણ કરી હતી.‎ અવારનવાર બનતા પાક‎​​​​​​નુકસાનીના બનાવથી ખેડૂતોમાં‎ હાલ ભયનો માહોલ છવાયેલ‎ છે.‎

આગામી સિઝનમાં પાક ઓછો‎​​​​​​​​​​​​​​ ઉતારવાની શકયતા છે‎
કાછલ ગામે આવેલ મારી 10 વીઘા આંબા વાડીમા‎​​​​​​​ કેટલાક ઈસમો રાત્રી દરમિયાન પ્રવેશી આંબાના પીલા‎ તોડી ગયા હતા અને કલમને નુકસાન પહોંચાડી ગયા છે,‎​​​​​​​ જેને લઈ આગામી સિઝનમાં પાક ઓછો ઉતારવાની‎​​​​​​​ શકયતા છે. અવારનવાર બનતા આ બનાવો અંગે મહુવા‎​​​​​​​ પોલીસને જાણ કરી આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની‎ કાર્યવાહી હાથ ધરવાની માગ કરી હતી. પોરસભાઈ‎ મોગલ, ખેડૂત, કાછલ‎

અન્ય સમાચારો પણ છે...