આજે વિશ્વ સાયકલ દિવસ:પ્રદૂષણ અટકાવવા માટે રોજિંદા સાયકલનો ઉપયોગ ખૂબ જરૂરી

મહુવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હંમેશા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા મહુવાના વહેવલ ગામના ત્રણ યુવાનો. - Divya Bhaskar
હંમેશા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા મહુવાના વહેવલ ગામના ત્રણ યુવાનો.
  • છેલ્લા 5 વર્ષથી સતત સાયકલનો ઉપયોગ કરતા મહુવાના વહેવલ ગામના 3 યુવાનો

આજે વિશ્વના તમામ દેશો સાઇકલ દિવસની ઉજવણી કરી રહ્યા છે. દિનપ્રતિદિન વધતી જતી ગ્લોબલ વોર્મિંગ અને તાપમાનમાં સતત થઇ રહેલા વધારાને પગલે આજે સાયકલ સર્વ માટે અનિવાર્ય બને તો ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની એક શક્તિ સાયકલ પૂરી પાડી શકે તેમ છે.મહુવા તાલુકાના વહેવલના ત્રણ શિક્ષિત યુવાનો રોજીંદા જીવનમાં સાયકલને અપનાવી આજે હાઈફાઈ લાઈફ સ્ટાઇલ અપનાવતા નવયુવાનો અને બાળકોને અનોખો સંદેશો આપી રહ્યા છે.જે વેહવલ ગ્રામજનો તેમજ તાલુકાની જનતા માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.

મશીનની શોધ થઈ તેની પહેલા વ્હીલની શોધ કરવામાં આવી હતી આ વ્હીલ આજે હવે મોટા ભાગની સમસ્યાનું કારણ બની રહ્યું છે તેમાંની એક સમસ્યા એટલે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર કાબૂ મેળવવા માટે પણ એક વ્હીલ પણ શક્તિશાળી છે પણ એ વ્હીલ સાયકલનું વ્હીલ છે તો મશીનના વ્હીલ પર સાયકલનું વ્હીલ કામ કરતું થઈ જાય તો ગ્લોબલ વોર્મિંગને કાયમી ધોરણે દૂર હડસેલી દેવામાં આપણને ચોક્કસ સફળતા મળશે એવું વહેવલ ગામના ત્રણ શિક્ષિત યુવાનો કહી રહ્યા છે. જે આજે સારી પોસ્ટ પર નોકરી કરી રહ્યા છે અને પાંચ વર્ષથી દરરોજ સાયકલ ચલાવી રહ્યા છે, જેઓ વિશ્વ સાયકલ દિવસે સાયકલનું મહત્વ સમજાવવાની સાથે સાથે યુવાનોને સાયકલનો વધુ ઉપયોગ કરવા માટે સતત પ્રેરણા આપે છે.

સાયકલ જ સાધન છે જે પ્રદૂષણ અટકાવી શકે
વહેવલના શિરીષભાઈ પટેલ ચીખલી ઇટાલીયા હાઈસ્કૂલમાં શિક્ષક છે. તેઓ કહે છે WHO એ સંશોધન બાદ તારણ કાઢ્યું છે કે પ્રદૂષણ અટકાવવા જીવન શૈલીને બદલવી પડશે અને સાયકલ જ સાધન છે જે પ્રદૂષણ અટકાવી શકે એમ લાગી રહ્યુ છે.

પર્યાવરણની જાળવણી અને તંદુરસ્તીનાં ફાયદા
વહેવલનાં હેમંતભાઇ પટેલ ઉત્રાણ પાવર હાઉસ ખાતે ડે. ઈજનેર છે. તેઓ જણાવે છે કે સાયકલથી પર્યાવરણની જાળવણી અને તંદુરસ્તીનાં ફાયદા છે. લોકો રોજિંદા સાઇકલનો ઉપયોગ કરે અને પ્રદૂષણ અટકાવવામાં રુચિ લે એવા પ્રયાસો છે.

રમત ગમત તરીકે પણ પ્રભાવશાળી સાયકલ
​​​​​​​વહેવલના મનીષભાઈ પટેલ યુનિ.માં સમાજશાસ્ત્રના પ્રોફેસર છે. તેઓ 7 વર્ષથી સાયકલિંગ કરે છે. તેઓ જણાવે છે કે સાયકલ ફક્ત પરિવહનના સાધન તરીકે જ નહીં પણ શિક્ષણ, આરોગ્ય અને રમત ગમત તરીકે પણ પ્રભાવશાળી વસ્તુ છે.

અન્ય સમાચારો પણ છે...