તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજારોમાં રોનક:કોરોનાને કોરાણે મુકી લોકો બજારમાં ખરીદી કરવા ઉમટ્યા

મહુવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની મહામારીના કારણે સુમસામ થયેલી મહુવાની બજારોમાં રોનક આવી

કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે મહુવા બજારમાં લોકો દર વર્ષની જેમ દિવાળી તહેવારમાં કપડાની ખરીદી, ઈલેકટ્રોનીક ચીજ વસ્તુની ખરીદી, પગરખાની ખરીદી, ઘરને સાજ-સજાવટ માટેની ખરીદી કરવા નિકળી પડયા છે.કોરોનાની મહામારી હોવા છતા મહુવાની તમામ બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ખરીદી કરવા લોકો બજારમાં નીકળી રહ્યાં છે.

દિવાળીના સમયે ગ્રાહકોને માટે દુકાનમાં જગ્યા ન હોય તેના બદલે ગ્રાહકો બહુ ઓછા આવે છે તેવી વેપારીઓની ફરીયાદ દુર થઇ ઘરાગી નિકળી પડી છે.તેવુ કહેતા થયા છે.વિવિધ ઇલેકટ્રોનિક્સ દુકાનોમાં ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, એસી તથા ઘરઘંટીનું વેંચાણ થઇ રહ્યું છે. ઈલેકટ્રોનીકસમાં એલઈડીના ભાવમાં ઘટાડો છે.ફરસાણ મિઠાઇના વેપારીઓમાં ઘુઘરા, ફરસી પુરી, ખજુર પાક તેમજ કાજુની અને માવાની વિવિધ મિઠાઇઓ તૈયાર રાખી છે. જેની ઘરાકી પણ પુરજોરમાં નિકળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો