તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવાને આંગણે નામાનિષ્ઠ સંત પ્રેમાવતાર સદ્દગુરૂદેવ પૂ. પ્રેમભિક્ષુક મહારાજની પુનિત પ્રેરણાથી તા.22/4/1997 ના હનુમાન જયંતિના પાવન દિવસે સંકિર્તન મંદિર સેવા સંસ્કાર આશ્રમ, કુબેરનાથ મંદિર ખાતે શ્રી મોરારીબાપુના સ્વમુખે ઉચ્ચારેલ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ના મહામંત્ર ગાનની અખંડ યાત્રા અખંડ હરિનામ સંકિર્તન મંદિરમાં શરૂ થઇ હતી. આ અખંડ યાત્રા છેલ્લા 24 વર્ષથી ચાલે છે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે 25 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.
‘શ્રી રામ જય રામ જય જય રામ’ ના મહામંત્ર ગાન માટે મહુવા સંકિર્તન મંદિરમાં દરરોજ સવાર થી સાંજ સુધી વારા ફરતી 150 થી 200 શ્રધ્ધાળુઓ અવિરતપણે પહોંચે છે. રામધુન મંદિરમાં આરતીનું મહત્વ ધણું જ છે સવારે અને સાંજે 7 કલાકે 30 મિનીટ સુધી આરતી ચાલે છે. રામધુન મંદિરમાં બહેનોના મંડળની રચના કરવામાં આવી છે. આ મંડળના બહેનો બપોરે 3 થી 6 કલાક મંદિરમાં રામધુન બોલાવે છે.કોવીડ-19ના સમય ગાળા દરમ્યાન પણ સોશીશ્યલ ડીસટન્સ રાખી રામ ભક્તોએ ‘શ્રી રામ જય રામ જય જય રામ’નુ ગાન પરંમપરા મુજબ શરૂ રાખ્યું હતુ.
શ્રી પ્રેમભિક્ષુકજી મહારાજ વતન બિહારમાં 34 વર્ષથી અંખડ રામધુન ચાલે છે. રાજકોટમાં, જુનાગઢમાં અંખડ રામધુન ચાલે છે. મહુવામાં 24 વર્ષથી કુબેરનાથ મંદિરમાં આવેલ સંકિર્તન મંદિરમાં અંખડ રામધુન ચાલે છે જે મહુવાનું ગૌરવ છે.સને 1960 માં સદ્દગુરૂદેવશ્રી પ્રેમભિક્ષુકજી મહારાજ સૌ પ્રથમવાર મહુવા પર્ધાયા ત્યારથી આજ દિન સુધીના ભાતિગળ ભવ્ય ભૂતકાળને ટુંકમાં યાદ કરીએ તો, સંકિર્તન મંદિરની સ્થાપનાથી લઇ આ સત્કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી દિવંગત થયેલ પૂણ્યત્માઓ સર્વોશ્રી માધાણી સાહેબ, ભરતભાઇ ગાંધી તથા સ્વ.કીરીટભાઇ છબીલદાસ મહેતા(જલાભાઇ) સહિત પ્રેમ પરીવારના દિવંગત તમામ આત્માઓનું સ્મરણ કર્યા બાદ મંદિર નિર્માણમાં છબીલદાસ મહેતાએ શ્રી નર્મદામાં સત્સંગ ભવન બંધાવી આપેલ તથા હરેશકુમાર નટવરલાલ સંઘવી પરીવાર,
મુંબઇએ મંદિરના નિર્માણથી લઇ થતાં વાર્ષિક ખર્ચ તથા પાટોત્સવ ઉજવણી તથા તિથી મહોત્સવની યજમાન તરીકેની જબરી સેવા બજાવી સેવાનું સત્કાર્ય કરી રહ્યાંના ઉલ્લેખ સાથે તમામ દાતાશ્રીઓ યાદ કરીને સંકિર્તન મંદિર સેવા સંસ્કાર આશ્રમ સંચાલિત શ્રી ડોંગરેજી સત્સંગ હોલના મજલે સંકિર્તન સમ્રાટ શ્રી પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરીત અંખડ રામધુન સંકિર્તન મંદિર કરવા માટેના બંને સંસ્થાઓના ટ્રસ્ટીઓનો સંયુકત નિર્ણય લેવાતા અખંડ રામધુનનો શુભ આરંભ પૂ.બાપુના સ્વમુખે થયાના ત્રિવેણી સંગમ રૂપી ઘટનાને ઐતિહાસિક ઘટના સૌના હૃદયમાં બિરાજમાન છે.
અંખડ રામધુન મંદિરમાં વર્ષ દરમ્યાન આવતા તમામ ધાર્મિક તહેવારો ધામધુમ પૂર્વક ઉજવવામાં આવે છે. દરેક ઉત્સવમાં સવારે પ્રભાતફેરી જે મહુવાના દરેક મંદિરોમાં જાય છે. સંકિર્તન મંદિરમાં સંતો અને કથાકારો પધારી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ના તેરાક્ષરી મંત્રનું ગાન કરાવે છે. ગુરૂજીનો તિથી ઉત્સવ અલગ-અલગ સ્થળે ઉજવવામાં આવે છે. પૂણ્યતિથી ઉત્સવ ચિત્રુકુટ, રામેશ્વરા, માલસર વગેરે ધાર્મિક સ્થળોએ થાય છે. સાથે સાથે દરેક સંકિર્તન મંદિરમાં પૂણ્યતિથી મહોત્સવ ઉજવાય છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.