તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરનેશનલ નર્સ ડે:પરિવારની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓની સેવામાં આગળ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં કોરોના કાળમાં હોસ્પિટલની ડ્યુટી સાથે ઘર પરિવારની ફરજ બજાવે છે નર્સ

12 મે એટલે ઈન્ટરનેશનલ નર્સિસ ડે. કોરોના દર્દીઓની સારવારમા ડોક્ટર પછી કોઈ મહત્વની ભૂમિકા નિભાવતું હોય તો તે નર્સિંગ સ્ટાફ છે. ડૉક્ટર્સ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારવારમા તેઓ પણ કોઈ પણ પ્રકારના ડર વગર,જીવની પરવા કર્યા વિના તેમની ફરજ નિભાવી રહ્યા છે.મહુવા તાલુકાના કોવિડ કેર સેન્ટર ઉપરાંત સી.એચ.સી.,પી.એચ.સી તેમજ હેલ્થ સેન્ટર પર નર્સિંગ કોરોના યોધ્ધાઓ રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે અને તાલુકાને કોરોના મુક્ત રાખવામા અગત્યનું યોગદાન આપી રહ્યા છે.

આ નર્સિંગ કોરોના યોધ્ધાઓ કોરોનાની ઝપેટમાં પણ આવ્યા છે પરંતુ હિંમત પૂર્વક તેનો સામનો કરી ઝડપભેર સાજા થઈ ફરી દર્દીઓની સેવામા જોતરાઈ ગયા છે. આ મહિલા આરોગ્ય કર્મીની હિંમત અને જુસ્સાને પણ સલામ છે. તેઓ પોતે સગર્ભા હોવા ઉપરાંત રજા લીધા વિના કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે તો ઘણી નર્સ તો નાના બાળકોને ઘરે એકલા મૂકી તો ઘણી નર્સો પરિવારમા કોઈનું અવસાન થયુ હોય તો પણ ફરજ પર આવી દર્દીઓની સાર સંભાળ રાખે છે.અહીં વાત છે મહુવા તાલુકાની નર્સોની જેઓ પોતાની તેમજ પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ નર્સ દિવસે આવી નર્સને સલામ છે.

અઢી વર્ષના બાળકને સાસુ સસરા પાસે મૂકીને ડ્યૂટી પર આવુ છું
મારુ અઢી વર્ષનુ નાનું બાળક છે જેને હું મારા સાસુ સસરા પાસે મૂકીને માલિબા કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવવા આવુ છું. મારા નાના બાળકની મને ચિંતા થાય પરંતુ મને સૌથી વધુ ચિંતા કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલ દર્દીઓના આરોગ્યની છે, જેથી મને હાયપર ટેન્શનની બીમારી છે. તેની પણ પરવા કર્યા વિના દર્દીની સેવામાં ફરજ બજાવું છું. અમે આપેલ સારવાર બાદ દર્દીઓ સાજા થઈ ઘરે જાય ત્યારે તેમના મોઢાનું સ્મિત જોઈ અન્ય દર્દીઓની સેવામાં બમણા જુસ્સાથી લાગી જઈએ છીએ. - પ્રિયાબેન વિજય ચાવડા, સીએચઓ,માલિબા કોવિડ કેર સેન્ટર

પતિના નિધન બાદ 2 વર્ષના બાળકને માતા પિતા પાસે મૂકી ફરજ બજાવું છુ

મારુ બે વર્ષનું નાનું બાળકને કોરોનાનો ચેપ ન લાગે તે માટે આરોગ્ય કેન્દ્ર પરથી ઘરે ગયા બાદ તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યે છે જે મારા માટે સૌથી વધુ મુશ્કેલ છે. મારા પતિનું ગત વર્ષે અકસ્માતમાં અવસાન થયુ હતુ અને નાના બાળકને માતા પિતા પાસે ઘરે એકલા મૂકી 25 કિમી દૂર ફરજ પર આવવું મારા માટે અત્યંત મુશ્કેલ છે પરંતુ મને પરિવાર સાથે તાલુકાની જનતાના આરોગ્યની પણ ચિંતા છે જેથી મારી પહેલી ફરજ દર્દીની સેવા સમજી પુરી નિષ્ઠાથી દર્દીની સેવામાં લાગી જઈએ છીએ. - નિકિતાબેન પ્રવીણભાઈ પટેલ,સ્ટાફ નર્સ, વલવાડા પીએચસી

અન્ય સમાચારો પણ છે...