ખેડૂતોને હાશકારો:ઠેર-ઠેરથી લીકેજ કાછલ માઇનોરમાં નવી પાઇપ નાખવાના કામનો પ્રારંભ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂની લાઈન કાઢી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખવાની કામગીરી ફરી શરૂ. તસવીર : જયદીપસિંહ પરમાર - Divya Bhaskar
જૂની લાઈન કાઢી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખવાની કામગીરી ફરી શરૂ. તસવીર : જયદીપસિંહ પરમાર
  • કામગીરી નવેસરથી શરૂ કરાતા ખેડૂતોને હાશકારો

મહુવા તાલુકાના કાછલ માઇનોરના નવીનીકરણમાં અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનની મંદ ગિતિની કામગીરી અને ઠેર ઠેર લિકેજના પરિણામે સ્થાનિક ખેડૂતો પરેશાન થવાની સાથે આર્થિક નુકશાન થઈ રહ્યું હોવા છતાં તંત્રના અધિકારીઓના નીરસ વલણ હોવા બાબતે દિવ્ય ભાસ્કર ખેડૂતોની પડખે રહી અહેવાલો પ્રસિદ્ધ કરતા રેલો આવતા જ તંત્ર હરકતમાં આવ્યુ હતુ.અને ઠેર ઠેર લીકેજ મારતી જૂની પાઈપલાઈન ખોદી નવી પાઇપલાઈનની કામગીરી પુન: નવેસરથી શરૂ કરતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદ ફેલાય જવા પામ્યો છે.અને દિવ્ય ભાસ્કર ની કામગીરી બિરદાવી હતી.

કાકરાપાર ડાબા કાંઠા નહેરમાંથી અંદાજીત 4 કિલોમીટર લાંબી કાછલ સબ માઈનોરનું ગત ડિસેમ્બર માસમાં નહેર પાકી કરવાનું કામનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરવામાં આવ્યું હતુ.આઝાદી બાદ પ્રથમ વખત આ સબ માઇનોર પાકી કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા નળધરા અને કાછલ ગામના અંદાજીત 100 હેકટર પિયત વિસ્તારના 500 જેટલા લાભાર્થી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.પરંતુ જેમ જેમ કામગીરી આગળ ધપતા લાભાર્થી ખેડૂતો એજન્સીની ધીમી અને નબળી કામગીરી અને અધિકારીઓની કામગીરી પ્રત્યેની ઉદાસીનતાથી હેરાન પરેશાન થઈ ગયા હતા.

આ નહેર પાકી કરવાના કામમાં અંદાજીત 1400 ફૂટ જેટલી અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન ની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.જોકે એ પાઈપ લાઈનમાંથી ઠેરઠેર પાણી ખેડૂતોના ખેતરોમાં લીકેજ થતા કામગીરી ખૂબ જ હલકી કક્ષાની કરવામાં આવી હોવાનું ખેડૂતોને લાગી રહ્યુ હતું.ખેતરોમાં પાણી ભરાયેલ રહેતા ગરીબ ખેડૂતોએ મોટી નુકશાની વેઠવાની નોબત આવી છે.

જે અંગે ખેડૂતો દ્વારા જવાબદાર તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી આવી નહતી.પાઈનલાઈન ખૂબ જ ઉપરના લેવેલે રાખવામાં આવી હતી તો ઠેર ઠેર લીકેજની સમસ્યા હતા.સમગ્ર બાબતો અને સ્થાનિક ખેડૂતોની વેદના ઉજાગર કરતો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા સવિસ્તાર તસ્વીર સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.આ અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર હરકતમાં આવ્યું અને ચહલપહલ વધી જવા પામી હતી.

હાલ કાછલ માઇનોર કેનાલના અંડર ગ્રાઉન્ડ લાઇનની કામગીરી બાબતે ખેડૂતોને અસંતોષ હતો તે બાબતે અહેવાલ બાદ એજન્સી દ્વારા અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનને ઉખેડીને નીચે કોંક્રીટ પાથરીને નવા પાઇપો સાથે નવેસરથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે જોઈ આ વિસ્તારના ખેડૂતોમાં આનંદીત થઈ ગયા છે.

ખેડૂતો દિવ્ય ભાસ્કરનો આભાર માને છે
કાછલ માઇનોર કેનાલમાં અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનની નવીનીકરણની કામગીરી બાબતે અસંતોષ હતો.જે બાબતે અવારનવાર કામ કરનાર એજન્સી અને જવાબદાર તંત્રનુ ધ્યાન દોરવા છતા કોઈ તેમની વ્હારે આવ્યુ ન હતુ.પરંતુ ખેડૂતોની સમસ્યાને દિવ્ય ભાસ્કર દ્વારા વાચા આપવામાં આવી અને ગુણવત્તાસભર કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમે ખેડૂતો દિવ્ય ભાસ્કરની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન આપીએ છીએ. - નરેન્દ્ર ચૌધરી, પ્રમુખ, કાછલ પિયત મંડળી

અન્ય સમાચારો પણ છે...