આયોજન:મહુવા તાલુકા સરકારી પુસ્તકાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા સરકારી તાલુકા પુસ્તકાલય દ્વારા દિવાળી બા પોલીટેક્નિક કોલેજ માલિબા કેમ્પસમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી અંતર્ગત પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ.આ પુસ્તક પ્રદર્શનનુ રીબીન કાપી અને દિપ પ્રાગટ્ય કરી તાલુકાના અગ્રણી જીગરભાઈ નાયક અને જનકભાઈ દેસાઈ દ્વારા ખુલ્લુ મુકાયું હતુ. આ પ્રસંગે મહુવા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ દ્વારા સૌને આવકારી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

પુસ્તક પ્રદર્શનમા આઝાદીના તેમજ ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો મુકવામાં આવ્યા હતા. અને દિવાળી બા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અગ્રણી આંનદભાઈ જોષી, અનિલભાઈ પટેલ,ગમનભાઈ ઢીમ્મર ઉપરાંત હિનેશભાઈ ઉપાધ્યાય સહિતના ગ્રામજનોએ લીધો હતો.આ ઉપરાંત બાળ કથન વાર્તાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ.અગ્રણી જીગરભાઈ નાયક દ્વારા બાળકોને પુસ્તકોનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે પુસ્તકો વાંચતા રહી શબ્દ ભંડોળ બને એટલુ વધુ ભેગુ કરવાની સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...