તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:બળવંત પારેખની પૂણ્યતિથી નિમિત્તે ફાઉન્ડર્સ ડેની ઉજવણી

મહુવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુ.વિનમ્રમુનિ સ્વામિની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન માળાનું કરાયેલું આયોજન

ર્ચપારેખ કોલેજ પીડીલાઈટનાં સ્થાપક બળવંત પારેખની પુણ્યતિથી નિમિતે “ફાઉન્ડર્સ ડે” ની ઉજવણી કરવામાં આવેલ આ સાથે બળવંત પારેખ એજયુકેશન ટ્રસ્ટની યુટયુબ ચેનલનું ઉધાટન કરવામાં આવેલ. કોરોનાને કારણે માત્ર આમંત્રિતો માટૅના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પુ.વિનમ્રમુનિ સ્વામિ (કોઠારી-BAPS–મહુવા) ઉપસ્થિત રહેલ.બળવંત પારેખ વ્યાખ્યાનમાળાનો શુભારંભ કરવામાં આવેલ જેના વકતા તરીકે રાજકોટનાં લેખક તથા મોટીવેશનલ સ્પીકર ડો.જયેશ વાછાણી ઉપસ્થિત રહેલ.ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ સોપારીયા,ઈસ્માઈલભાઈ ક્લાયણિયા તથા ડો.કે.ડી.પારેખ દ્વારા બળુભાઈ વિશેના પ્રસંગો વિશે વક્તવ્ય અપાયેલ. ફાઉન્ડર્સ ડે વિશેનું મુખ્ય ઉદબોધન ડો.ઉમેશભાઈ જોષીએ કરેલ આ તબકકે રાષ્ટ્રીય લેવલે 1500મી.દોડમાં દ્વિતિય ક્રમે આવેલ વિદ્યાર્થી તથા યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી, હિન્દી, બી.બી.એ.માં પ્રથમ ક્રમાંક લાવનાર વિધાર્થીઓનું અભિવાદનું કરવામાં આવેલ.

પુ. વિનમ્રમુનિ સ્વામિએ બળવંતભાઈની સમૃધ્ધ ચેતના દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃતિઓની સરાહના કરેલ ત્યારબાદ મુખ્ય વક્તા ડો.જયેશ વાછાણી દ્વારા આવડત એજ આધાર, વિષય પર ખુબજ સુંદર વ્યાખ્યાન આપવામાં આવેલ. વ્યાખ્યાનમાળાના હવે પછીનાં મણકાઓમાં વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાત વકતાઓને નિમંત્રીત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...