લોકડાઉન 4:પીપલવાડા-ફેદરિયા રોડ પરથી ચોરીના લાકડા સાથે કાર ઝડપાઇ, ડ્રાઇવર કાર મુકી ભાગી છુટ્યો, 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત

માંડવી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી દક્ષિણ વિભાગમાં નવનિયુક્ત રેંજ ઓફિસરે સઘન પેટ્રોલિંગ કરતાં વિરપ્પનો જાણે ઠેકાણે પડી રહ્યાં છે. પરંતુ યેન કેન પ્રકારે ચોરીના લાકડાનો વેપલો ચાલુ રાખવાના પ્રયત્નોની વનવિભાગને ગંધ આવતાં સતત વોચમાં રહેલા અધિકારીએ ભારે જહેમત બાદ સાગી લાકડા ભરેલી ફન્ટી ઝડપી પાડી હતી. નાયબ વનસંરક્ષક પુનિત નૈયરને મળેલી બાતમીના આધારે મદદનીશ વનસંરક્ષક સુરેન્દ્રસિહં કોસાડના માર્ગદર્શન હેઠળ દક્ષિણ રેંજના ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઉલજીએ ફોરેસ્ટર સ્નેહલભાઈ ચૌધરી, પ્રકાશ દેસાઈ, પ્રશાંત બારોટ તેમજ બીટગાર્ડ કપિલભાઈ ચૌધરી, કિશનભાઈ બડિયાદરા અને દિનેશભાઈ જોગરાણા અને રોજમદારો સાથેની અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતાં. લાકડાચોર વિરપ્પન પણ લાકડાચોરી કરવા વનકર્મીઓની ટીમને થાપ આપી રહ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા દિવસથી વોચ રાખતી વનવિભાગની ટીમ પીપલવાડાથી ફેદરિયા રોડ પર વોચ પર હતી તે દરમિયાન બાતમી મુજબ ફન્ટી(GJ-05AR-7820) આવતાં તેનો પીછો કરતાં કારનો ડ્રાઈવર ચાલુ કાર મુકી ભાગી છૂટ્યો હતો. વનઅધિકારીઓએ ચોરીના સાગી લાકડા નં 12 તથા ફન્ટી મળી કુલે 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...