તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:મહુવા આદિવાસી પંચ દ્વારા જિ. પંચાયતનું પ્રમુખપદ અનુ. જનજાતિ માટે અનામત જાહેર કરવા મામલતદારને આવેદન

મહુવા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
મામલતદારને આવેદનપત્ર આપતા મહુવા આદિવાસી પંચના યુવાનો. - Divya Bhaskar
મામલતદારને આવેદનપત્ર આપતા મહુવા આદિવાસી પંચના યુવાનો.
 • અનુસુચિત જનજાતિના તમામ મતદારો ચૂંટણીનો બહિષ્કાર સાથે બંધારણીય હક્કોની લડત આપવાની ચીમકી

મહુવા તાલુકા આદિવાસી યુવા પંચના યુવાઓ દ્વારા ચૂંટણી માટે વિકાસ કમિશનર ગુજરાત દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે તાત્કાલિક અસરથી રદ કરી સુરત જિલ્લા પંચાયતનું પ્રમુખપદ અનુસૂચિત જનજાતિ માટે અનામત જાહેર કરવા માંગ સાથે રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું હતું. તો સાથોસાથ તાત્કાલિક નિર્ણય નહિ લે તો અનુસૂચિત જનજાતિના મતદારો ચૂંટણી બહિષ્કાર કરશેની ચીમકી ઉચ્ચારી છે. મહુવા તાલુકામાં બહુધા આદિવાસી વસતી છે ત્યારે જિલ્લા પંચાયતની સીટો પૈકી એક પણ સીટ અનુ. જનજાતિ માટે અનામત ન આવતા આદિવાસી સમાજના મતદારોમાં નારાજગી છે.

ત્યારે તાલુકા આદિવાસી યુવા પંચના આગેવાનો દ્વારા રાજ્યપાલને સંબોધીને લખેલું આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે વિકાસ કમિશ્નર ગુજરાત દ્વારા રાજ્યની જિલ્લા પંચાયતોના જાતિપ્રમાણે પ્રમુખનાપદની બેઠકો નક્કી કરી તે અંતર્ગત સુરત જિલ્લા પંચાયતના પ્રમુખનુ પદ બિન અનામત જાહેર કરાયું છે. સુરત જિલ્લો બહુધા આદિવાસી વસ્તી ધરાવે છે.

ચૂંટણીપંચના જાહેરનામા મુજબ પણ સુરત જિલ્લામાં આદિવાસી સમાજના કુલ મતદારોમાંથી 59.12 % મતદારો આદિવાસી છે તેમજ સુરત જિલ્લો ભારતીય સંવિધાનના અનુચ્છેદ-244(1) હેઠળ 5મી અનુસુચિમાં આવે છે અને જાહેરનામાં મુજબ ટકાવારી પ્રમાણે સ્પષ્ટ જણાઈ છે કે અનુ. જનજાતીના મતદારો સરેરાશ 60 ટકા છે તો વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું ગેરબંધારણીય છે.

તેમજ ભુરીયા કમિટીએ રજૂ કરેલા પેસા એક્ટ 1996 પ્રમાણે જ્યા અનુ. જનજાતિની વસ્તી અડધાથી વધુ હોય ત્યા રોસ્ટર ક્રમાંક કે રોટેશન લાગુ પડતું નથી. માટે વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની અંદર સુરત જિલ્લા પંચાયતનુ પ્રમુખ પદ સામાન્ય જાહેર કરેલ છે તે ગેરબંધારણીય છે.

આ જાહેરનામુ રાજ્યપાલ ગુજરાત અને ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી(TAC)ની વિરૂધ્ધમાં પણ હોવાનું ં જણાવાયું છે. મહુવા તાલુકા આદિવાસી યુવા પંચ તેમજ જિલ્લાના આદિવાસી સમાજના મતદારોની માંગ કરી છે કે વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્ય દ્વારા જે જાહેરમાનુ બહાર પાડવામાં આવેલ છે તેને રદ કરી સુરત જિલ્લા પંચાયતનુ પ્રમુખનુ પદ અનુસુચિત જનજાતિ માટે અનામત જાહેર કરવામાં આવે.

જાહેરનામુ સંપૂર્ણ ગેરબંધારણીય છે
વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામુ સંપૂર્ણ ગેરબંધારણીય છે, જે જાહેરનામું રદ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત જાહેર કરી નવુ જાહેરનામું બહાર પાડવામાં ન આવે તો અમે આદિવાસી પંચના યુવાનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને બંધારણીય હક્કો મેળવવા માટે લડત પણ આપીશું.- નરેનભાઈ ચૌધરી, સભ્ય, આદિવાસી યુવા પંચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો