હાલાકી:PMના કાર્યક્રમમાં જનારી બસો રોડ પર ખડકતાં 2 કિમી સુધી ટ્રાફિક જામ

મહુવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકામા સર્જાયેલ ચક્કાજામ - Divya Bhaskar
મહુવા તાલુકામા સર્જાયેલ ચક્કાજામ
  • મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર અનેક વાહનો અટવાયા

દેશના પ્રધાનમંત્રી ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે શુક્રવારના રોજ સવારે આવી રહ્યા છે જેને લઈ વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયુ છે.તો બીજી બાજુ એસટી બસો અને ખાનગી બસોનો કાફલો મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ખડકી દેવાતા સ્ટેટ હાઈવે પર ચક્કા જામ થઈ ગયો હતો.જેને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડા પ્રધાનના કાર્યક્રમને લઇ ખાનગી તેમજ સરકારી બસોનો કાફલો સભામાં જનારને લઈ જવા માટે તાલુકામાં ખડકી દેવામાં આવ્યો છે.મહુવા તાલુકાની જનતાને સભા સ્થળ સુધી લઈ જવા માટે મહુવામા પણ ગુરુવારના રોજ સાંજે 4 વાગ્યા બાદ સરકારી તેમજ ખાનગી બસોનો કાફલો કાછલ ગામે ખડકી દેવામાં આવ્યો હતો.જેને લઈ કાદિયા થી કાછલ ગામ સુધી સ્ટેટ હાઈવે પર લગભગ 2 કિમિ થી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કલાકો સુધી ચક્કા જામ રહેતા ફોર વ્હિલ ચાલકો મુશ્કેલીમા મુકાઈ ગયા હતા. ફોર વ્હિલ ચાલકો તો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા જ્યારે ટુ વ્હિલ ચાલકોએ પણ ત્યાંથી નીકળવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.સ્થાનિક રહીશો ટ્રાફિક જોઈ રોડ પર ઉતરી ગયા હતા અને ટ્રાફિક ખુલ્લો કરવાની કામગીરીમા મંડી પડ્યા હતા.આ ટ્રાફિકને લઈ સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમા મુકાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...