તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી સામે ફરી સવાલ:કોષ ખાડી પરના પુલમાં હલકું મટિરિયલ વપરાયાની બૂમ

મહુવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વહેવાલ ગામ પાસે કોસ ખાડી પર બનાવવામાં આવી રહેલો બ્રિજ. - Divya Bhaskar
વહેવાલ ગામ પાસે કોસ ખાડી પર બનાવવામાં આવી રહેલો બ્રિજ.
  • અગાઉ પણ પુલમાં હલકી કક્ષાનો સામાન વપરાતા ફરિયાદ થઇ હતી

મહુવા તાલુકાનાં વહેવલ-કોષ ગામને જોડતા કોષ ખાડી પરના પુલના નિર્માણમાં હલકી કક્ષાના મટિરિયલ વપરાતા હોવાના આક્ષેપો સાથે અગાઉ પણ ફરિયાદ થઈ હતી છતાં કોનટ્રાકટરે પોતાની મનમાની ચલાવી ફરી માટી મિશ્રિત રેતી વાપરી પુલનું નિર્માણ શરૂ કરતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બાંધકામ વિભાગ પુલમાં વપરાયેલા મટિરિયલનું ટેસ્ટિંગ કરાવી યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.

મહુવા તાલુકાનાં વહેવલ-કોષ ગામને જોડતા કોષ ખાડી પરના પુલના નવીનીકરણમાં હલકી કક્ષાનું મટિરિયલ વપરાતું હોવાનું 4 માસ અગાઉ કોંગ્રેસનાં માજી જિલ્લા પંચાયત સભ્ય સહિતના કોંગ્રેસી આગેવાનોએ માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને બાદમાં માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરે ઠેકેદારને નોટિશ આપી શારિ ગુણવત્તાનું મટિરિયલ વાપરવા જણાવાયું હતું.

જોકે ફરી એજ માટી વાળી રેતી વાપરી ઠેકેદાર દ્વારા પુલના નિર્માણનું કામ શરૂ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોન્ટ્રાકટરને બાંધકામ વિભાગની નોટિશની કોઈ દરકાર ન હોય એમ ફરી બેરોક ટોક પણે કામ શરૂ કરતાં સ્થાનિકોમાં ભારે રોષ જણાઈ રહ્યો છે.

કામ પર સતત મોનિટરિંગ થઇ રહ્યું છે
વહેવલ-કોષ ગામને જોડતા પુલના નિર્માણમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવા બાબતે ભૂતકાળમાં ફરિયાદ આવી હતી બાદમાં સતત બાંધકામ વિભાગના મોનિટરિંગ હેઠળ કામ કરવામાં આવ્યું હતું અને જેતે મટિરિયલના ટેસ્ટિંગ રિપોર્ટ પણ લેવામાં આવ્યા છે. > મનોજ પટેલ, માર્ગ મકાન વિભાગ, ડેપ્યુટી ઇજનેર, મહુવા

અન્ય સમાચારો પણ છે...