રાત્રીના અંધારામાં તસ્કરોનો ભય:વાવાઝોડાના 20 દિવસ બાદ મહુવાના માર્ગો પર અંધારપટ્ટ

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 દિવસમાં ઘરે ઘરે વિજળી શરૂ થઇ પણ સ્ટ્રીટ લાઇટ માટે કેટલો સમય લાગશે ?

મહુવામાં તાઉતે વાવાઝોડા બાદ મહુવાની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે. વાવાઝોડાને આજે 20 દિવસ થયા હોવા છતા સ્ટ્રીટ લાઇટ પુન: શરૂ ન થતા અંધારપટ દુર કરવા લોકોની માંગ ઉભી થવા પામી છે. વાવાઝોડા બાદ 20 દિવસ પછી પણ નગરપાલિકાના ચીફ ઓફિસરે આઠ દિવસ પહેલા બે દિવસમાં સ્ટ્રીટ લાઇટો શરૂ થશે તેમ જણાવેલ પરંતુ આજે 20 દિવસ બાદ પણ મહુવાની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે.

ચોકમાં ઉભા કરેલા ટાવરો ચોકમાં અંજવાળું આપે છે. બાકી અમુક ચોક્કસ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો શરૂ હોય ત્યા અંજવાળું પથરાણું છે. પરંતુ મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે.PGVCL એ તમામ પોલ ઉભા કરી દીધા,લાઇનો ખેંચી લીધી, આઠ દિવસમાં સંપુર્ણ શહેર ઝળહળતુ કરી દીધુ પરંતુ નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ શરૂ ન કરી શકતા તસ્કરોનો ભય સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...