અકસ્માત:મિયાપુર પાસે વાહને ટક્કર મારતા બાઇકચાલકનું મોત

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલવાડાના યુવકને અકસ્માત નડ્યો

મહુવા તાલુકાના મિયાપુર ગામની સીમમાં ઓંડચ પાટીયા નજીક મોટરસાયકલ ચાલક યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.મહુવા તાલુકાના વલવાડા ગામે ભગત ફળિયામા રેહતો 25 વર્ષીય યુવાન જયેશભાઈ અમ્રતભાઈ પટેલ શુક્રવારે રાત્રે ગામની ડેરીમા દૂધ ભરી કામ અર્થે મોટરસાયકલ (GJ-19-S-6872) લઈ મહુવા તરફ આવ્યા હતા.તે દરમિયાન રાત્રીના 10 વાગ્યાના અરસામા મિયાપુર ગામની સીમમાં ઓંડચ પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે યુવાન જયેશ પટેલની મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવાનને મોઢાના તેમજ છાતીના ભાગે ગંભીર ઈજા થતા તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે પરિવારજનોને જાણ થતા મૃતક યુવાનના કાકા ભાઈએ અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...