તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવાંજલી:પૂ.ડોંગરેજી મહારાજની 30મી નિર્વાણતિથિ નિમિત્તે મહુવા સેવા સંસ્કાર આશ્રમ દ્વારા ભાવાંજલી અપાઈ

મહુવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂ. મોરારીબાપુની નિશ્રામાં ભાવાંજલી કાર્યક્રમ યોજાયેલ

પૂ.મોરારીબાપુએ રામ ધુનથી કાર્યક્રમો શુભારંભ કરતા મહાન વિભુતી પ.પૂ.ડોંગરેજી બાપાની ભાગવતીય ચેતનાને પ્રણામ, બ્રહ્મ સ્વરૂપ પ્રેમભીક્ષુજી મહારાજ અને કાશ્મીરી બાબાની ચેતનાને પ્રણામ સાથે સેવાસંસ્કાર આશ્રમના પાયામાં જે વડીલો રહ્યાં. પ્રસિધ્ધી મુક્ત સેવા આપી અને પ્રતીવર્ષ શ્રી ભાગવતજીનો પાઠ કરનાર શાસ્ત્રીબાપાને પ્રણામ સાથે પૂ.બાપુએ કહ્યું કે, પૂ.ડોંગરેજી મહારાજ વિશે શુ કહેવું આપણે ત્યાં ગામઠી રીતે ભાગવત કથા ચાલતી પરંતુ ખુબજ સરળતા અને સાદગીથી વિશ્વમાં ભાગવતજીનો પ્રચાર અને પ્રસાર કરનાર આ વિભુતીએ ભાગવતજીની સેવા ખુબ કરી છે. ભાગવતજીનો પ્રાચાર પ્રસાર ર્ક્યો તેમ ન કહેવાય પરંતુ પૂ.બાપાએ સુખદેવજીની જેમ શ્રીમદ્ ભાગવતજીનો ઘરે ઘરે સંચાર ર્ક્યો છે તેમ કહેવાય. એક સંત વિભૂતી કેવી હોય? તેનું જીંવત ઉદાહરણ પૂ.ડોંગરેજી બાપા છે. મે મહુવામાં બાપજીની બે કથા સાંભળી છે. પૂ.ન. ના. મહેતા સાહેબ પણ નીયમીત રીતે કથા સાંભળવા આવતા અને અમોને કથા સાંભળવાની છુટી પણ આપેલ.મહારાજ એટલે નરપાલ, મહારાજશ્રી એટલે ધર્મપાલ, મહારાજ અને મહારાજશ્રીમાં માળી, સુર્ય અને ખેડુત જોવા મળે છે. તેમ અંતમાં કહેલ.કોરોના મહામારીના કારણે સેનીટાઇઝેશન, સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક સાથે મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો, સેવકોની હાજરીમાં ભાવાંજલી કાર્યક્રમ સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો