મહુવા તાલુકાના ઝેરવાવરા ઝરી ફળિયા ખાતે આવેલ પાણીની ટાંકી પર બેસેલા મધપૂડાની માખીઓ છંછેડાતાં અંતિમસંસ્કાર અર્થે આવેલ 50થી વધુ લોકોને ડંખ મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ઝેરવાવરાના ઝરી ખાતે પાણી પુરવઠા યોજનાની મોટી ટાંકીનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
આ ટાંકીનો 2014ની સાલથી મધમાખીઓ 8થી10 મધપૂડા બનાવી આશરો લેતા આવી છે. પરંતુ સ્થાનિકો માટે અડચણરૂપ નહીં બની હતી, પરંતુ આ મહિનામાં આ મધપૂડાની માખીઓ અગમ્ય કારણોસર છંછેડાઈ આંતક મચાવ્યો છે. આ ટાંકીની આજુબાજુથી પસાર થનાર અનેક લોકો મધમાખીના ડંખના શિકાર બની ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે હાલ સ્થાનિક રહીશનું મૃત્યુ થતા પાણીની ટાંકી નજીક આવેલી સ્માશનભૂમીમાં અંતિમસંસ્કાર માટે આવ્યા હતા. તે દરમિયાન મધમાખીના ઝુંડે અંતિમ સંસ્કાર માટે આવેલા લોકો પર કહેર વરસાવતાની સાથે જ 50થી વધુ લોકોને ડંખ મારતા જ દોડધામ મચી જવા પામી હતી. તો અંતિમક્રિયા માટે લોકોએ ઉભા રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. મધમાખીના અચાનકના હુમલાથી અનેક લોકોની તબિયત લથડી હતી.
હાલ તો આ પાણીની ટાંકીના મધપૂડાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક આગેવાનો દ્વારા આ બાબતે સંલગ્ન તંત્રને જાણ કરવામાં આવી છે ત્યારે આ ઘટના ફરી ઘટે તે પહેલાં આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠવા પામી છે.
મને 8થી વધુ મધમાખીએ ડંખ માર્યા
હું સ્મશાનમા ગયો હતો તે દરમિયાન અચાનક મધમાખી પૂડામાંથી ઉડી સ્માશનમાં આવેલ તમામને કડવા લાગી હતી.અને થોડો સમય માટે ત્યાં ભગદડ મચી ગઇ હતી.મને આંઠ જેટલા મધમાખીએ ડંખ માર્યા હતા અને શરીરમાંથી મધમાખી કાટા કાઢ્યા હતા.તો સ્મશાનમા આવેલ ઘણાએ તો સારવાર પણ લેવી પડી હતી. -નિલેશ કેદારીયા, સાંબા
ડંખ બાદ કાંટા શરીરમાં રહી જાય છે
મધમાખીના ડંખના કાંટા શરીરમા રહી જાય છે. મધમાખીના ડંખને હલ્કામાં લીધા વિના એ કાંટા શરીરમાંથી કઢાવી નાખવા ખૂબ જરૂરી છે.એ કાંટા કાઢવામાં ન આવે તો એલર્જી,ઈન્ફેક્શન,સોજો જેવી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.જેથી મધમાખી કડ્યા બાદ પ્રાથમિક સારવાર લેવી જરૂરી છે. - ડો. મહેશભાઈ પટેલ, એમઓ, મહુવા સીએચસી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.