પુલ પાણીમાં ગરક:બારડોલી અનાવલ રાજ્યધોરી માર્ગ પાંચ દિવસમાં બીજીવાર બંધ કરાયો

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
  • રોજિંદા 3500 વાહનચાલકો મુશ્કેલીમાં, વહેવલ, તરકાણીનો ઘોડીથળ પુલ ડૂબ્યો

બારડોલી અનાવલ સ્ટેટ હાઈવે પર ગુરુવારે વહેવલ ગામ અને તરકાણી ગામની સીમમાં આવેલ કોષ ખાડીમા સવારે પુરના પાણી બીજી વખત ઘોડીથળ પુલ પાણીમાં ગરક થઈ ગયો હતો. જેથી સલામતીના ભાગ રૂપે વહીવટીતંત્રએ સ્ટેટ હાઈવે બંધ કર્યો હતો. પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે,સ્ટેટ હાઈવે પર વહેવલ ગામની સીમમાં પણ પાણી ભરાઈ જવાથી માર્ગ પર બે જગ્યાએ પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો. પુલના બને છેડે વાહનોની કતાર લાગી ગઈ હતી.

બારડોલી અનાવલ રાજ્યધોરી માર્ગ પાંચ દિવસની અંદર ત્રીજી વખત પુલ પરથી પાણી ભરાઈ જતા, સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ માર્ગ પર દરરોજ 3500 જેટલા નાના મોટા વાહન ચાલકો રોજના પસાર થાય છે. સ્ટેટ હાઈવે બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમા મુકાઈ ગયા હતા. વહેવલ અને અનાવલ વચ્ચે 2 જગ્યાએ માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો પણ અવર જ્વર કરવામાં અગવડમાં મુકાઈ ગયા હતા. પાંચ દિવસમાં જ બીજી વખત માર્ગ બંધ થયો હોવાથી અનાવલ અને વહેવલ વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર બંધ થતાં, વાયા વહેવલ થઈ ઉનાઈ થઈ અન્ય વાહન ચાલકોએ આગળ અવરજવર કરી હતી.

વહેવલ ગામના રહીશ મુકેશભાઈ પટેલ સહિત યુવાનોએ વહેવલ ગામમાં રાજ્યધોરી માર્ગ પર પાણી ભરાઈ જતા, લોકોની સલામતી માટે સતત ખડે પગે ઊભા રહી, સેવાકાર્ય બજાવવામાં આવ્યું હતું. લોકોને આગળ જવા માટે સુચનો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...