ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો:વિદ્યાસહાયક ભરતી કેમ્પમાં જગ્યા ન બતાવી, પાછલા બારણે નિમણૂંક આપવાનો ચાલતો ખેલ

મહુવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીઇઅો કચેરીમાંથી ભરતી, વધઘટ કેમ્પમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો

મહુવા તાલુકામાં વધ-ઘટના બદલી કૌભાંડનો વિવાદનો વંટોળ હજી શમ્યો નથી, ત્યાં વિદ્યાસહાયકની ભરતીમાં મહુવા તાલુકામાં જગ્યા જ ન બતાવી પાછળના બારણે નિમણૂંક આપવાનો પર્દાફાશ થયો છે. મહુવા તાલુકામાં વધ-ઘટના નામે બદલીના ખેલ ઉજાગર થતા જ લાજ બચાવવા બંને હુકમો રદ કરી દેવાયા હતા. પરંતુ એક સાંધેને તેર તૂટે તેવો ઘાટ હાલ છે. સુરત જિલ્લામાં વિદ્યાસહાયકની ભરતીમાં પણ તાલુકામાં નિમણૂંક આપવામાં ગેરરીતી થઈ હોવાનું બહાર આવ્યું છે.

વિદ્યાસહાયકની ભરતી માટે જિલ્લાભરની શાળાઓમાં ખાલી જગ્યા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જાહેર યાદીમાં ધોરણ 1થી5 માટે 24 જગ્યા હતી. જેમાં મહત્તમ 21 જગ્યા ઉમરપાડા, માંગરોળ 2 અને માંડવી 1 જગ્યા બતાવી હતી. મહુવા તાલુકામા એક પણ જગ્યા બતાવી ન હતી.

ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પાછલા બારણે મહુવા તાલુકાની મૂડત ગામની પેથાપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા પ્રતીક્ષાબેન પટેલના નામનો હુકમ કરી દીધો છે. આ શિક્ષિકા પેથાપુર શાળામાં ફરજમાં હાજર થયા હતા.મહુવા તાલુકામાં એક પણ જગ્યા નહિ બતાવી બારોબાર હુકમ કરાયો છે. બે બદલીના ઓર્ડર શરતચૂકના નામે જિલ્લા પ્ર. શિક્ષણ અધિકારીએ રદ કર્યા, પરંતુ હજી કેટલી બદલીઓમાં અને ભરતીમા શરતચૂક થઈ તે સમજાતુ નથી.

બદલી કેમ્પમાં ઉમરપાડા પર પસંદગી ઉતારી છતાં શિક્ષકો હાજર થયા નથી
મહુવા તાલુકાના પેથાપુર પ્રાથમિક શાળામાં હુકમ લઈ હાજર થયેલ શિક્ષિકાએ ભરતી પ્રક્રિયામાં ઉમરપાડાની શાળામાં પસંદગી ઉતારી હતી. જો કે ત્યારબાદ ત્યાં હાજર જ નહીં થઈ સીધા યેનકેન પ્રકારે મહુવાની શાળામાં ગોઠવાઈ ગયા. ઉમરપાડાની કુલ જગ્યાઓમાં ઘણી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા બાદ શિક્ષકો હાજર નહિ થયા હોવાનું શિક્ષકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે એક તપાસનો વિષય છેકે જે શિક્ષકો હાજર નથી થયા તે શિક્ષકો બીજા તાલુકામાં તો સેટ નથી થઈ ગયા ને ?

ગ્રામજનોની માગ હતી, એટલે ઓર્ડર
લિસ્ટમાં મહુવા તાલુકામાં એક પણ શિક્ષકની જગ્યા ન હતી. અને ગ્રામજનોની માંગણી હતી એટલે મહુવા તાલુકામાં ઓર્ડર કર્યો હતો. પરંતુ હું એ શિક્ષકને પરત જે તે તાલુકામાં મુકી દઈશ. આપણે કંઈ ચલાવવાના નથી. ઉમરપાડાનુ જે લિસ્ટ પસંદ કર્યુ હતુ. તેમા પરત મુકી દઈશ. > દિપક દરજી, સુરત જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...