દેશભરમાં 14 નવેમ્બરના રોજ બાલ દિવસ મનાવવામાં આવે છે.14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુનો જન્મદિવસ છે.27 મે 1964ના રોજ પંડિત નેહરુના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતા દેશમાં દર વર્ષે ચાચા નેહરુના જન્મદિવસ 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવામા આવે છે. બાલ દિવસ નિમિત્તે એક છ વર્ષના નાનકડા બાળકની વાત,જે બાળકનુ નામ બારડોલી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હાલ ગુંજી રહ્યું છે.અને એ નામ છે નિલાંશ દેસાઈ. કહેવાય છે કે પહેલી જીત પછી ક્યારેય આરામ ન કરવો, નહીં તો એવું કહેવામાં આવશે કે જીત મહેનતથી નહીં પરંતુ નસીબથી મળી છે પરંતુ ઇતિહાસને લખવા માટે પેન કે કાગળ નહીં હિંમતની અને જનુન ની જરૂરિયાત હોય છે.
આ વાક્યને નિલાંશ દેસાઈએ સાચુ કરી બતાવ્યું છે. બારડોલીનાં નિલાંશ દેસાઈએ માત્ર 4 વર્ષની નાની ઉંમરે ફાસ્ટેસ્ટ ફ્રન્ટ રોલ કરીને માત્ર એક મિનિટ અને 22 સેકન્ડ મા 21 ગુલાટી મારી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, ઉંમરમાં બીજાં બાળકો રમતા હોય છે એવા રમવાની નાની ઉંમરમાં નિલાંશ દેસાઈ એ પોતાના જીવનમાં પ્રથમ રેકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યો હતો. નિલાંશ દેસાઈ એ ચાર વર્ષની ઉંમરે પ્રથમ રેકોર્ડ કર્યો પરંતુ તેઓ બેસી ન રહ્યાં, નિલાંશ દેસાઇએ પાંચ વર્ષની ઉંમરે એક નવો રેકોર્ડ કરવા માટેની સાહસ કરી અને છ મહિના સુધી એ રેકોર્ડ માટે સતત એમણે મહેનત કરી નિલાંશ દેસાઈએ 8 કલાકમાં 51 કિલો મીટર વેવ બોર્ડ ચલાવીને ઇન્ટરનેશનલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાના નામે આ રેકોર્ડ કર્યો.આટલી નાની ઉંમરે રેકોર્ડ અને આ સિદ્ધિ હાંસલ કરી નિલાંશ દેસાઈએ રેકોર્ડ દરમિયાન મુસીબતો પણ સામનો પણ કર્યો હતો.ઘણી વાર રસ્તાઓ ખરાબ હોવાને કારણે તે પડયો પણ પરંતુ તેણે હિમ્મત નહિ હારી અને ભરપૂર તાપમાં 8 કલાક સુધી વેવ બોર્ડ ચલાવી ને 8 ડિસેમ્બર 2022 ના રોજ આ રેકોર્ડ પોતાને નામે કર્યું હતુ.
નિલાંશ દેસાઈએ ખૂબજ મેહનત કરીને 6 વર્ષની ઉંમરે ફાસ્ટેસ્ટ સ્કૂલ બેગ પેક કરીને માત્ર 18.22 સેકન્ડમાં એક નવો રેકોર્ડ બનાવી પોતાનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા નોંધાવી દિધો હતો.જે આખા દેશ માટે ગર્વ ની વાત છે અને નિલાંશ દેસાઈ આટલી નાની ઉમરમા વર્લ્ડ રેકોર્ડ કરનાર સમગ્ર દેશમાં માત્ર એક જ બાળક છે. નિલાંશ દેસાઈએ આ ઉપરાંત ઘણા બધા નાની-મોટી ઇવેન્ટમાં ભાગ લઈ વિજેતા રહી ચૂક્યા છે.તેમજ ફેશન શો India kid’s fashion week તેમજ Gujarat kids Fashion weekમાં ભાગ લઇ બેસ્ટ મોડલ નો ખિતાબ જીતી ચૂક્યા છે. તદુપરાંત મિત્રા, એમેઝોન ફ્લિપકાર્ટ માટે પણ એમને મોડેલિંગ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.