અકસ્માત:મિત્રના લગ્નમાં જતા 2 યુવકને ટેમ્પોએ અડફેટમાં લીધા, 1નું મોત બીજો ગંભીર

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના ડુંગરી ગામના યુવકોને અકસ્માત

મહુવા તાલુકાના ડુંગરી ગામની સીમમાં બાઇક પર સવાર 2 યુવકોને ટેમ્પોએ અડફેટે લેતા 1નું મોત થયું હતું જ્યારે બીજો ગંભીર રીતે ઘવાયો હતો.મહુવા તાલુકાના ડુંગરી ગામે હનુમાન ફળિયામાં રેહતો યુવાન અંકુર હસમુખભાઈ પટેલ (ઉં-28) ગત તા-7/05/2022ના રોજ રાત્રે પોતાના મિત્ર ભાવિન રાજુભાઈ રાઠોડની મોટરસાયકલ પર બેસી બાજુના ફળિયામાં પોતાના મિત્રના લગ્નમાં જઈ રહ્યા હતા.

તે દરમિયાન ડુંગરી હનુમાન ફળિયામા ટેકરા પર અજાણ્યા થ્રી વ્હિલ ટેમ્પા ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ભાવિનની મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બંને યુવાનો ગંભીર ઘવાતા સારવાર માટે 108માં બારડોલી સરદાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી અંકુર પટેલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન યુવાન અંકુર પટેલનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...