ગ્રામ સડક યોજના:8.90 કરોડના ખર્ચે 3 સ્થળે કોઝવેના સ્થાને હાઈ લેવલ પુલ બનશે

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 8.90 કરોડના ખર્ચે વાલોડ,મહુવા અને બારડોલી તાલુકામાં લો લેવલ પુલના સ્થાને હાઈ લેવલ પુલ મંજુર કરતા મહુવા વિધાનસભા મતવિસ્તારની જનતા આનંદિત થઈ ગઈ હતી.જેમા મહુવા તાલુકાના ભગવાનપુરા વાંક અને સાંબા ગામને ઓલણ નદી પરના હાઈ લેવલ પુલ માટે 6 કરોડ રૂપિયા મંજુર કરવામા આવ્યા હતા.

આ ઉપરાંત બારડોલી તાલુકાના બાલ્દા જુનવાણી રોડ પર આવતા બન્ને પુલીયા માટે 2 કરોડ રુપિયા અને વાલોડ તાલુકાના ડુમ્ખલ ગામે 90 લાખ રુપિયા ના બોક્ષ કન્વર્ટ મંજુર કરવામા આવ્યા છે. મહુવાના ધારાસભ્ય મોહનભાઈની રજુઆત આધારે દર ચોમાસે પડતી હાલાકીનું નિરાકરણ આવતા જનતા આનંદિત થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...