રજુઆત:દેદવાસણ ગામના ઝાડી ફળિયામાં મતદાન મથક શરૂ કરવા આવેદન

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવાના દેદવાસણ ગામના રહીશોએ ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં મતદાન મથક શરૂ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ. દેદવાસણ ગામના બુથ ન.1ના રહીશોએ મહુવા મામલતદારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે તાલુકાના દેદવાસણ ગામે મુખ્ય શાળામાં બે મતદાન મથકો છે, જેમાં બુથ ન.1માં ઝાડી ફળિયુ, માંદા ફળિયુ, દેસાઈ ફળિયુ તેમજ ઉભલા ફળિયુનો સમાવેશ થાય છે.

જે મતદાન મથકથી 1થી 1.5 કિમી જેટલાં અંતરે આવેલ છે, જેથી ઝાડી ફળિયા ખાતે મતદાનમથક શરૂ કરવામાં આવે તો આ વિસ્તારના વડીલોને સગવડતા મળી રહે. આ મુદ્દા સાથે દેદવાસણના બુથ ન.1ના રહીશોએ મંગળવારે ભેગા થઈ મહુવા મામલતદારને લેખિત આવેદનપત્ર આપી ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં મતદાન મથક શરૂ કરવાની વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...