ભાસ્કર વિશેષ:ઇજાફાની સહિતની વિવિધ માગ સાથે મનરેગા કર્મચારીઓેનું જિલ્લા વિકાસ અધિકારીનેે આવેદન

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 વર્ષમાં માત્ર ચાર જ વાર ઇજાફો આપવામાં આવ્યો

સરકારના ગ્રામ વિકાસ વિભાગમાં ચાલતી યોજનાઓ પૈકીની ગ્રામ્ય કક્ષાએ બેરોજગારોને રોજગારી પૂરી પાડતા તથા કુટુંબની જીવન નિર્વાહની તકો વધારવા માટેની મનરેગા યોજના હેઠળનાં 11 માસ કરાર આધારિત કર્મચારીઓ જે આ યોજના અંતર્ગત રોજગારી મેળવે છે.

યોજના અન્વયે કર્મચારીઓને દર વર્ષે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગરના ઠરાવ મુજબ કર્મચારીઓને વાર્ષિક 15 ટકા ઇજાફો મેળવવા હકદ્દાર હોય પરંતુ સરકારની શોષણ નીતિ કે આજે 10 વર્ષ ઉપરાંતથી કામ કરતાં ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષાના કર્મચારીઓનો ફક્ત 4 વખત જ ઇજાફો મળેલ હોય તથા ત્યારબાદ જોડાયેલા કર્મચારીઓને તો ફકત બે વખત જ ઇજાફો મળેલ છે આજે છેલ્લા 4 વર્ષથી ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષાના કર્મચારીઓનો મળવાપાત્ર એક પણ વાર્ષિક ઇજાફો મળેલ નથી

પરંતુ રાજ્ય કક્ષાના મનરેગા યોજના હેઠળનાં કરાર આધારિત કર્મચારીઓનો ઈજાફો સમયસર થાય છે જે સરકારની બેવડી અને શોષણની નિતી દર્શાવે છે.મનરેગામાં ફરજ બજાવતા 11 માસ કરાર આધારિત કર્મચારીઓને પંચાયત સેવાના કાયમી કર્મચારી તરીકે સમાન સંવર્ગમાં સમાવેશ કરવા પ્રોવિડન્ટ ફંડ ખાતા ખોલાવવા અને નિયમિત પગારમાંથી કપાત કરાવવી કર્મચારીને ચૂકવવા પાત્ર બાકી તમામ વર્ષ અને ચાલુ વર્ષના 15 ટકા વાર્ષિક પગાર વધારો મંજૂર કરી તફાવત સાથે ચૂકવવા અને દર વર્ષે નિયમિત વાર્ષિક ઇજાફા મંજુ૨ ક૨વાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરવા, પગાર ધોરણમાં વિસંગતતા દૂર કરવા મોઘવારી,દૈનિક ભથ્થુ માટેનો ઠરાવ સુધારો કરવા, સમાન કામ સમાન વેતન પગાર ધોરણ નક્કી કરવા માટે રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરાઈ છે

પરંતુ પડતર માગણીઓનો હકારાત્મક ઉકેલ ન આવતા સોમવારે04/07/2022ના રોજ મનરેગા યોજનામાં ફરજ બજાવતા 11 માસ કરાર આધારિત 100 કર્મચારીઓએ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા ડી.ડી.ઓ.ને જાણ કરી, ઉકેલ લાવવા ગ્રામ વિકાસ વિભાગને જાણ કરવા આવેદન આપ્યું હતું અને જો તા.11/07/2022 સુધી માંગણીઓ પૂરી ના થાય તો હડતાળ ઉતરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મનરેગા સામૂહિક અને વ્યક્તિગત કામો પર માઠી અસર થશ.ે જિલ્લાના 90 હજાર શ્રમિકો રોજગારીથી વંચિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...