દુર્ઘટના:ભારે વરસાદને લીધે ઘર તૂટી પડતાં વૃદ્ધાનું મોત

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના આમચકની ઘટના

ભારે વરસાદને લઇ મહુવા તાલુકાના આમચક ગામે મણીનગર ફળિયામા એક ઘર ધરાસાઈ થઈ ગયુ હતુ. વરસતા વરસાદ વચ્ચે અચાનક કાચા મકાનની દિવાલ ધસી પડતા મકાનમાં રહેતા 72 વર્ષીય નંદુબેન દયાળજીભાઈ પટેલ દિવાલ નીચે દબાઈ જતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે સ્થાનિકો દ્વારા મહુવા પોલીસ તેમજ આમચક તલાટીને જાણ કરી હતી.તલાટી હેમંત પવાર દ્વારા ઘટના સ્થળે આવી સર્વેની કામગીરી હાથ ધરી હતી અને કાચુ મકાન તૂટતા અંદાજીત 30 હજારની નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરી મહુવા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી.વૃદ્ધ મહિલાના મોતને લઈ આમચક ગામમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...