તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વલવાડામાં રોડ ક્રોસ કરતી વૃદ્ધાને બાઇકચાલકે અડફેટે લેતાં મોત

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ ચાલક બાઇક મૂકી ત્યાંથી ભાગી ગયો

મહુવા તાલુકાના વલવાડા ગામે મોટરસાયકલ ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારી રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધાને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં વૃદ્ધાનુ મોત નીપજ્યું હતુ.વલવાડા ગામે નવા ફળિયામા રેહતા 75 વર્ષીય વૃદ્ધા બબલિબેન બાલુભાઈ પટેલ તા-8/02/2021ને સોમવારના રોજ સાંજે 7 વાગ્યાના અરસામા વલવાડા અનાવલ સ્ટેટ હાઇવે પર નહેર નજીક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.

તે દરમિયાન એક અજાણ્યા બાઇક ( GJ-26-J-6821)ના ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વૃદ્ધાને અડફેટમા લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં વૃદ્ધા ગંભીર રીતે ઘવાતા પરિવારજનો દ્વારા 108મા સારવાર માટે અનાવલ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે 75 વર્ષીય વૃદ્ધા બબલીબેન પટેલને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી ચાલક બાઇક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો