અકસ્માત:મહુવાના વલવાડા નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બસ સાથે અથડાયા બાદ કાર રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. - Divya Bhaskar
બસ સાથે અથડાયા બાદ કાર રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી.

વલસાડ જિલ્લાના ધરમપુર એસ.ટી.ડેપોની બસ અમદાવાદથી મુસાફરોને લઈ ધરમપુર આવી રહી હતી. મહુવા તાલુકાનાં વલવાડા ગામની સીમમાંથી પસાર થતી વેળાએ પૂર ઝડપે આવી રહેલ ક કાર બસની પાછળના ભાગે અથડાયા બાદ રોડની સાઈડમાં ઉતરી હતી. આ બાબતે એસ.ટી અધિકારીઓ અને કાર ચાલક વચ્ચે સમાધાન થતાં ફરિયાદ નોંધાય ન હતી. ધરમપુર બિલપુડી રહેતા વિનુભાઈ ભાટડા વલસાડ ડિવિઝનના ધરમપુર એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અને તેઓ ધરમપુર ડેપોનીબસ નંબર (GJ-18-Z-4983)લઈ અમદાવાદ-ધરમપુર રુટ પર જાય છે.

ડ્રાઈવર વિનુભાઈ કંડક્ટર વિક્રમભાઈ પટેલ સાથે બસ લઈ અમદાવાદથી સુરત નીકળ્યા હતા. તે સમયે મહુવાનાં વલવાડા ગામની સીમમાં બસ પસાર થઈ રહી હતી તે સમયે કાર (GJ-26-N-2401)ના ચાલક મેહુલભાઈ ચૌધરી (રહે, મહુવરિયા ગામ, તા-મહુવા) એ કાર બસની પાછળના ભાગે અથડાવી હતી. અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જ્યારે બસમાં મુસાફરોને ઇજા પહોંચી ન હતી. બસના ચાલકે અકસ્માત અંગે એસ.ટી. અધિકારીઓને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર આવી વાતચીત કરતાં કાર ચાલકે ખર્ચ આપવાનું જણાવતા ફરિયાદ નોંધાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...