મામલો બીચક્યો:વોટ્સએપ ગૃપમાં ગાળાગાળી કરતા પિતરાઇ ભાઇને સમજાવવા જતા યુવકને માર મરાયો

મહુવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના બુધલેશ્વર ગામે જુની અદાવતમાં બે સંબંધીઓ બાખડી પડ્યા
  • તમે સોશિયલ મિડીયા પર કેમ મારા વીશે ગમે તેમ લખો છો કહેતા ? મામલો બીચક્યો

મહુવા તાલુકાના બુધલેશ્વર ગામે પરિવારના વોટ્સએપ ગૃપમાં પિતરાઇ ભાઈએ ગાળા ગાળી કરતી કોમેન્ટ કરી હોય સમજાવવા ગયેલા યુવકને ઢીકમુક્કીનો માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના બિડ ફળિયામાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળાના વતની લાલુભાઈ વિહાભાઈ ભરવાડ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના મોબાઇલમા સમાજનું ‘બોળિયા ભા’ નામથી એક વોટ્સએપ ગૃપ ચાલે છે.

આજથી પાંચેક માસ પહેલા લાલુના કાકાભાઈ અનુભાઈ ઉર્ફે લાલુભાઈ હમીરભાઈ ભરવાડે ત્રણ નવા ડમ્પર લીધા હોય તે ડમ્પરનો ફોટો બોળિયા ભા ગૃપમાં મૂકાતા તેમના સંબંધી નાજાભાઈ ભિખાભાઈ ભરવાડે ગૃપમાં ખોટી ખોટી કોમેન્ટ કરી હતી. આ ઉપરાંત કામરેજ ખાતે રહેતા કાળું રેવા ભરવાડે પણ ગૃપમાં ગાળાગાળીના મેસેજ કર્યા હતા.

દરમ્યાન બે માસ પહેલા બારડોલી ધુલિયા ચોકડી ખાતે નાજાભાઈએ અનુભાઇ સાથે મારમારી કરી હતી. આ વાતની જાણ કાળુ ભરવાડને થતાં તેણે પણ અનુભાઈ સાથે ફોન પર ગાળાગાળી કરી હતી.18મી નવેમ્બર ના રોજ સાંજે સાડા સાત વાગ્યે કાળુ રેવા ભરવાડ ડમ્પર લઈને મહુવા રેતી ખાલી કરવા આવ્યો હતો.અનુભાઇ ઉર્ફે લાલુ તેને સમજાવા માટે બુધલેશ્વર ખાતે આવેલ વજનકાંટા પર ગયો હતો અને તેણે જણાવ્યુ હતું કે.આપણે બધા જ કૌટુંબિક કાકા બાપાના છોકરા છીએ અને તમો ઘણીવાર મારા વિષે પણ ગૃપમાં ગમે તેમ લખો છો, ફોન કરી અવારનવાર ગાળાગાળી કરો છો તો તે સારું નથી અને તમારા લીધે આપણાં સંબંધો બગડે છે.

આવું કહેતા જ કાળુ ઉશ્કેરાય ગયો હતો અને અનુભાઇ સાથે ઝપાઝપી કરી તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને આરોપીના ઝગડાની જાણ થતાં જ લાલુ વિહા ભરવાડ ત્યાં પહોંચ્યા હતા અને બંનેને છૂટા પાડ્યા હતા. લાલુએ આ અંગે કાળુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ કરતાં મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...