તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મહુવાના નિહાલી ગામમાં ટેમ્પોની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં બાઇકચાલકને ઇજા થતાં સારવાર હેઠળ

મહુવા તાલુકાના નિહાલી ગામે ટેમ્પોચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં બાઇકસવાર કનુભાઈ પટેલને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.

નિહાલી ગામે પટેલ ફળિયામા રેહતા ચેતનભાઈ કુકણા બાઇક ( GJ-19-AG-5932)લઈ ગામમાં રહેતા પોતાના મિત્ર કનુભાઈ અરવિંદભાઈ પટેલ સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન નિહાલી ગામે પરબ ફળિયાના ટર્ન પાસે સામેથી પુરપાટ ઝડપે આવતો ટેમ્પો (GJ-05-U-1234)ના ચાલકે ચેતનભાઈ કુકણાની બાઇકને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બંને મિત્રો ગંભીર ઘવાયા હતા. બાઇક પાછળ બેસેલા કનુભાઈ પટેલને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતુ. અકસ્માત અંગે મૃતક યુવકના મિત્ર ચેતનભાઈ કુકણાએ મહુવા પોલીસ મથકે ટેમ્પોચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...