તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વહેવલ ગામની સીમમાંથી કારમાં દારૂ ભરી ખેપ મારતી મહિલા ઝડપાઈ

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના વહેવલ ગામની સીમમાંથી મહુવા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી.પોલીસે કારમાં દારૂની ખેપ મારતી મહિલા બુટલેગરને ઝડપી પાડી દારૂ અને કાર મળી 1.58 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

અનાવલથી મહુવા તરફ દારૂ ભરેલ કાર આવતી હોવાની બાતમી નિલેશભાઈ સોલંકીને મળતા મહુવા પો.સ.ઈ બી.એસ.ગામીતને જાણ કરી વહેવલ ગામે આશ્રમ શાળા નજીક વોચમા બેઠા હતા. તે દરમિયાન બાતમી વાળી કાર આવતા રોડ બ્લોક કરી કાર અટકાવવા જતાં તે માડે ઉતરી ગઇ હતી. તલાસી લેતા કારમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલી કારચાલક મહિલા બુટલેગર કુસુમબેન પટેલ (રહે. શેખપુર)ની ધરપકડ કરી પુછતાછ કરતા વિદેશી દારૂનો જથ્થો નવાપુરના અશ્વિન નામના યુવકે આપ્યો હોવાનું કબુલ્યું હતુ, જેથી પોલીસે દારૂ રૂ.57,600 અને કાર રૂ.1 લાખ તેમજ મોબાઈલ મળી કુલ્લે 1,58,100નો મુદ્દામાલ ઝડપી દારૂ આપનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...