મધમાખીના હુમલાની ઘટના:મધમાખીના ઝૂંડે 50 લોકોને અસંખ્ય ડંખ માર્યા પણ કેટલાકે આ ટ્રીક અપનાવી એટલે બચી ગયા

મહુવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મધમાખીથી બચવા માથે કપડું ઓઢી બેસેલો યુવક - Divya Bhaskar
મધમાખીથી બચવા માથે કપડું ઓઢી બેસેલો યુવક
  • ઝેરવાવરામાં મધમાખીના હુમલાની ઘટનાને પગલે ભાસ્કરના પ્રતિનિધિએ સ્પોટ વિઝિટ કરતા જાણવા મળ્યુ નવું તથ્ય

ગુરુવારે મહુવાના ઝેરવાવરા ગામે અંતિમ સંસ્કાર માટે 50 જેટલા ડાઘુઓ ગયા હતાં. મૃતકનો અંતિમ સંસ્કાર ચાલી રહ્યો હતો ત્યારે સ્મશાન નજીક આવેલ પાણીની ટાંકી પર બનાવેલ મધપુડાની માખીઓ છંછેડાઈ હતી, અને મધમાખીઓએ ડાધુઓ પર હુમલો કર્યો હતો. મધમાખીના હુમલાથી બચવા માટે લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

જેમા કેટલાક લોકોને ગંભીર રીતે મધમાખીએ ડંખ મારતા તેમણે સારવાર લેવાની પણ ફરજ પડી હતી. જ્યારે કેટલાક લોકોને મધમાખીથી બચાવ અંગેની જાણકારી હોવાથી તેઓએ માથે કપડું ઓઢીને જમીન પર બેઠેલા નજરે પડ્યા હતાં. જે અંગેનો વિડિયો વાઇરલ થતાં ભાસ્કરના પ્રતિનિધિએ સ્પોટ વિઝિટ કરી બચાવનો આ કિમિયો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

માથે કપડું ઓઢી શાંત બેસી રહો તો મધમાખીઓ એક પણ ડંખ નહી મારે
મુલાકાત દરમિયાન મધમાખી હુમલો કરે તો તેનાથી બચવાના ઉપાય અંગે ગામના કેટલાક આગેવાનો વડીલોએ જણાવ્યું હતું કે મધમાખી જ્યારે પણ હુમલો કરે ત્યારે તેનો પ્રતિકાર ન કરવો, ભાગદોડ ન કરવી આવું કરવાથી મધમાખી વધુ તમારી તરફ આવશે અને વધુ આક્રમક બનશે. મધમાખીથી બચવા માટે માથા પર કપડું ઓઢીને જમીન પર બેસી જવું કોઈ હલનચલન કરવું. તમારી પાસે રૂમાલ ન હોય તો તમારો શર્ટ કાઢીને માથીને ઓઢી લેવુ જેના કારણે મધમાખી તમને ડંખ મારશે નહીં અને તેનાથી તમારો બચાવ થશે.

અન્ય સમાચારો પણ છે...