તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:બાઇક સ્લિપ થતા અલગઢ ગામના આધેડનું મોત થયું, પુત્રની બાઇક લઇ ખેતરે જઇ રહ્યા હતા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના અલગઢ ગામે રહેતો 55 વર્ષીય આધેડ ખેતરે મોટરસાયકલ પર જઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક સ્લિપ થતા માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.

અકસ્માત અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના અલગઢ ગામે પારસી ફળિયામા રેહતા મોહનભાઈ ઝીણાભાઈ માહ્યાવંશી (ઉં-55) તા-4/02/2021 ને ગુરુવારના રોજ પોતાના પુત્રની મોટરસાયકલ(GJ-05-HH-4004) લઈ ખેતરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ચાલક મોહનભાઈએ પોતાના કબ્જાની બાઇક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક મોહનભાઈ માહ્યાવંશી માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઘવાતા તેમનુ મોત નિપજ્યું હતુ. ઘટના અંગે મૃતકના પુત્રએ મહુવા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો